Western Times News

Gujarati News

સંયુક્ત રાષ્ટ્રે ૧૦ હજાર ઓક્સિજન જનરેટર્સ, ૧ કરોડ માસ્ક સહિત સાધનો મોકલ્યા

સંયુક્તરાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ તરફથી ભારતને અત્યાર સુધી ૧૦ હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ અને ૧ કરોડ મેડિકલ માસ્કનો સપ્લાય કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના ચીફ એન્ટોનિયો ગુટરેસના પ્રવક્તા તરફથી આ જાણકારી આપવામાં આવી છે. યુએન ચીફના પ્રવક્તા સ્ટીફાને દુજારિકે કહ્યુ કે ભારતમાં સંયુક્ત રાષ્ટ્રની ટીમ સતત મદદ કરી રહી છે. કેન્દ્ર સરકાર અને સ્થાનીય પ્રશાસનને સતત મદદ જઈ રહી છે જેથી કોરોના સંક્રમણના મામલાની સરખામણી કરી શકાય.

યુએન ચીફના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુએન પોપ્યુલેશન ફંડ તરફથી ભારતને અત્યાર સુધીમાં ૧૦ હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર્સનો સપ્લાય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧ કરોડ મેડિકલ માસ્ક અને ૧૫ લાખ ફેસ શીલ્ડ પણ મેકલવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની ટીમે ભારતની મદદ માટે વેન્ટિલેટર્સ અને ઓક્સિજન જનરેટિંગ પ્લાન્ટસ પણ ખરીદ્યા છે. આ ઉપરાંત યુનિસેફ તરફથી કોરોનાને પહોંચી વળવા માટે જરુરી ઉપકરણોની સપ્લાય ભારતને આપવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે અમારી ટીમ મોટી સંખ્યામાં ટેસ્ટિંગ મશીન અને કિટ્‌સ પણ ખરીદી કરી છે આ ઉપરાંત એરપોર્ટસ થર્મલ સ્કેનર પણ ખરીદવામાં આવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી અસ્થાયી હેલ્થ ફેસિલિટીજ માટે ટેન્ટ અને બેડ પણ પુરા પાડાયી રહ્યા છે. આ ઉપરાંત એજન્સીએ હજારો પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ પણ તૈનાત કર્યા છે. જેથી કોરોના સંક્રમણને પહોંચી વળી શકાય. એટલુ જ નહીં યુનિસેફ અને યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામ તરફથી ભારતમાં ૧, ૭૫, ૦૦૦ રસી સેન્ટરના મોનિટરીંગમાં મદદ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ હતુ કે આ દોરમાં સમગ્ર દુનિયાએ આગળ આવી ભારતની મદદ કરવી જાેઈએ. જેથી અન્ય દેશોમાં આ ન ફેલાય

ઉલ્લેખનીય છે કે ભારતમાં ગત અનેક દિવસોથી ૪ લાખથી વધારે કેસ આવી રહ્યા છે. ૩ હજારથી વધારે મોત થઈ રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યાનુંસાર અત્યાર સુધીમાં કોરોનાના ૨ કરોડથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે અને ૨૨૬૦૦૦ લોકોના મોત થઈ ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.