Western Times News

Gujarati News

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પાકિસ્તાનને ઘેર્યું: ભારત સીમા પાર પ્રાયોજિત આતંકવાદથી પીડાઇ રહ્યું છે

નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પડોશી દેશ પાકિસ્તાનનું નામ લીધા વગર તેના જોરદાર સંભળાવી દીધું અને દુનિયાના દેશોમાંથી આતંકવાદ વિરૂદ્ધ અભિયાન ચલાવવાની અપીલ કરી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું કે ૧૯૯૩ મુંબઇ બ્લાસ્ટનો મુખ્ય કાવતરાખોર દાઉદ ઇબ્રાહિમ અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા અન્ય આતંકવાદીઓને પડોશી મુલ્કની ‘છત્રછાયા’માં છે. સાથે ભારતના ભાગેડૂ કુખ્યાત અપરાધીઓ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો દ્વારા ઉત્પન્ન ખતરાને ખતમ કરવા માટે આંતરાષ્ટ્રીય પ્રયત્નની વાત કહી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ”આતંકવાદ અને સંગઠિત અપરાધ વચ્ચે સંબંધોના મુદ્દે ઉકેલ’ વિષય પર ઉચ્ચસ્તરીય ખુલી ચર્ચામાં ભારતે આ વાત કહી. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું ‘ભારત સીમા પાર પ્રાયોજિત આતંકવાદથી પીડાઇ રહ્યું છે. અમે બે દેશો વચ્ચે સંગઠિત અપરાધ અને આતંકવાદ વચ્ચે સંબંધોના દેશને પ્રત્યક્ષ રૂપે સહન કર્યું છે.

ભારતે કહ્યું ‘સંગઠિત અપરાધી સિંડીકેટ, ડી-કંપની, જે સેના અને નકલી નોટોની તસ્કરી કરતું હતું તે રાતોરાત આતંકવાદી સંગઠનમાં બદલાઇ ગયું અને તેણે ૧૯૯૩માં મુંબઇ શહેરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરાવ્યા. તે હુમલામાં ૨૫૦થી વધુ માસૂમોના મોત થયા અને લાખો કરોડો ડોલરની સંપત્તિને નુકસાન થયું.

નિવેદનમાં કોઇપણ દેશનું નામ લીધા વિના કહ્યું કે મુંબઇ વિસ્ફોટનો માસ્ટરમાઇન્ડ ‘એક પડોશી દેશની છત્રછાયામાં છે, તેમાં કોઇ આશ્વર્ય નથી. તે હથિયારોની તસ્કરી, માદક પદાર્થોનો વેપાર અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આતંકવાદીઓ તથા આતંકવાદી સંગઠનોનો ગઢ છે.  ભારતે ઇસ્લામિક સ્ટેટ વિરૂદ્ધ સંયુક્ત કાર્યવાહીની સફળતાને રેખાંકિત કરતાં કહ્યું કે આંતરાષ્ટ્રીય સમુદાય દ્વારા આ પ્રકારની કાર્યવાહી સફળ થાય છે. નિવેદનમાં ભારતે કહ્યું કે પ્રતિબંધિત વ્યક્તિઓ અને સંગઠનો જેમને દાઉદ અને ડી-કંપની, લશ્કર-એ-તૈયબા વિરૂદ્ધ કાર્યવાહીથી માનવતાનું ભલુ થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.