Western Times News

Gujarati News

સંરક્ષણ મંત્રીએ સશસ્ત્રદળોની કામગીરીની સમીક્ષા કરી

સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ કમાન્ડર ઇન ચીફ સાથે જોડાઇને કોવિડ-19 સામે લડવા માટે કામગીરીની પૂર્વતૈયારીઓ અને અત્યાર સુધીમાં લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી.

સંરક્ષણમંત્રીની સાથે સંરક્ષણ સ્ટાફના વડા અને DMAના સચિવ જનરલ બિપિન રાવત, સૈન્ય સ્ટાફના વડા જનરલ એમ.એમ. નરવાણે, નૌસેનાના વડા એડમીરલ કરમબીરસિંહ, વાયુ સેનાના વડા એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા, સંરક્ષણ સચિવ ડૉ. અજયકુમાર અને સંરક્ષણ સચિવ (ફાઇનાન્સ) શ્રીમતીગાર્ગી કૌલે કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. રાજનાથસિંહે અપેક્ષા કરી હતી કે સશસ્ત્ર કોવિડ-19 સામે લડવામાં તેમની કામગીરીનીતૈયારીઓ સુનિશ્ચિત કરશે અને વર્તમાન સ્થિતિમાં કોઇપણ પ્રકારે બીમારીને ફેલાવાની તક આપવી જોઇએ નહીં. તેમણે સશસ્ત્ર દળોનેકોવિડ-19ના કારણે ઉભા થયેલા આર્થિક ભારણને ધ્યાનમાં રાખીને નાણાંનો વ્યય રોકવાના અને આર્થિક સંસાધનોના ખર્ચ માટે યોગ્યપગલાં લેવાના નિર્દેશ આપ્યા હતા.

કોન્ફરન્સ દરમિયાન કમાન્ડર ઇન ચીફે સંરક્ષણ મંત્રીને સશસ્ત્ર દળોમાં વાયરસનો ફેલાવો રોકવા માટે અત્યાર સુધી લેવામાં આવેલાપગલાં વિવિધ વિશે માહિતી આપી હતી અને સ્થાનિક વહીવટીતંત્રને તેમણે વિવિધ પ્રકારે કરેલી મદદ વિશે પણ જાણકારી આપી હતી. આમાં કોવિડ-19 પર SoP બહાર પાડવા, પ્રોટોકોલમાં યોગ્ય સુધારો અને આરોગ્ય મંત્રાલય તમજ અન્ય એજન્સીઓ દ્વારા બહારપાડવામાં આવેલી એડવાઇઝરી અનુસાર કવાયત તેમજ નિવૃત્ત જવાનો અને તેમના સંબંધિત કમાન્ડ ક્ષેત્રોમાં રહેતા તેમના પરિવારોનીસંભાળ સંભાળ સહિતના પગલાં સામેલ છે. કમાન્ડરોએ સંરક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં સોંપવામાં આવેલી તાકીદની આર્થિક સત્તાનીપ્રશંસા કરી હતી જેના કારમે હોસ્પિટલોમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે જરૂરી તબીબી પૂરવઠાની ખરીદી શક્ય બની છે.

સશસ્ત્ર દળોએ કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે સર્વગ્રાહી રીતે પોતાને સામેલ કરીને પોતાનાસહકારની જવાબદારી વધારી છે અને મહામારીનો સામનો કરવા માટે મૂળભૂત તાલીમ આપીને વધારાનું માનવબળ પૂરું પાડ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.