Western Times News

Gujarati News

સંવિધાન દિવસની ઉજવણીમાં મોડાસામાં આવેલી ર્ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા વિસરાઈ 

મોડાસા: દેશનું બંધારણ ઘડવામાં ર્ડો.બાબા સાહેબ આંબેડકરનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે એકબાજુ ભારત સરકાર દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવા માટે હાકલ કરવામાં આવી છે બંધારણીય દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદોની સંયુક્ત બેઠકનું સંબોધન કરી બંધારણની મજબૂતીના કારણે જ એક ભારત, શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા છીએ તેવું જણાવ્યું હતું બીજીબાજુ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં સ્થાપિત ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જિલ્લામાંથી એકેય અધિકારી કે પદાધિકારીને મુલાકાત લેવાનું ટાળતા જાણે ર્ડો.બાબા સાહેબ આંબેડકર એકલા હોય અને તેમને સ્વાર્થ પુરતાજ યાદ કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો હતો

કોઈ પણ રાજકીય પક્ષ એ પછી ભાજપ હોય કે કોંગ્રેસ ર્ડો. બાબાસાહેબ આંબેડકરના નામનો ફક્ત વોટ બેંક માટે જ ઉપયોગ કરતા હોય તેવો ગણગણાટ અનુ.જાતિના લોકોમાં જોવા મળી રહ્યો છે અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં સર્વોદય નગર વિસ્તારમાં આવેલી ર્ડો.બાબા સાહેબની પ્રતિમા સંવિધાન દિવસની ઉજવણીમાં વિસરાઈ હતી નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો, ભાજપના અગ્રણીઓ, કાર્યકરો, હોદ્દેદારો અને કોંગ્રેસના ધારાસભ્ય સહીત જીલ્લાના અગ્રણીઓ અને કાર્યકરો તેમજ ખુદ અનુ.જાતિ મોરચામાં રહેલા રાજકીય પક્ષોના અગ્રણીઓ અને કાર્યકરો અને અનામત સીટ પરથી ચૂંટાયેલા પદાધિકારીઓ પણ સંવિધાન દિવસે ન ડોકાતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે

સંવિધાન દિવસની ઉજવણી ફક્ત અરવલ્લી જીલ્લામાં કહેવા પૂરતી કહેવામાં આવી હોય તેમ મહામાનવ અને વિશ્વ વિભૂતિ એવા ર્ડો.બાબા સાહેબ આંબેડકરની મોડાસા શહેરના સર્વોદય નગરમાં આવેલી પ્રતિમાની જાળવણી કરવામાં પણ નગરપાલિકા તંત્ર ઉણુ ઉતરતા સામાજિક અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.