Western Times News

Gujarati News

સંસદની કેન્ટીનમાં હવે નહીં મળે ભોજન પર સબ્સિડી, ઓમ બિરલાએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ સંસદ ભવન પરિસરની કેન્ટીનમાં હવે સાંસદોને સબ્સિડી વાળુ ભોજન મળશે નહીં. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે કહ્યુ કે, સંસદની કેન્ટીનમાં સાંસદોને ભોજન પર મળતી સબ્સિડી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યુ કે, સાંસદો તથા અન્ય લોકોના ભોજન પર મળનારી સબ્સિડી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભોજનમાં મળતી સબ્સિડી ખતમ કરવાને લઈને બે વર્ષ પહેલા માંગ ઉઠી હતી. લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં તમામ દળોના સભ્યોએ એકમત થઈ તેને ખતમ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. હવે કેન્ટીનમાં મળનાર ભોજન નક્કી ભાવ પ્રમાણે મળશે. સાંસદ હવે વસ્તુની કિંમત પ્રમાણે ચુકવણી કરશે. સંસદની કેન્ટીનને વાર્ષિક આશરે 17 કરોડ રૂપિયાની સબ્સિડી આપવામાં આવતી હતી.

જાણકારી પ્રમાણે કેન્ટીનના ભાવ લિસ્ટમાં ચિકન કરી 50 રૂપિયામાં તો વેજ થાળી 35 રૂપિયામાં આપવામાં આવતી હતી. તો થ્રી કોર્સ લંચની કિંમત 106  રૂપિયા હતી. વાત કરીએ સાઉથ ઈન્ડિયન ફૂડની તો સંસદની પ્લેટમાં ડોસા માત્ર 12 રૂપિયામાં મળે છે. એક આરટીઆઈના જવાબમાં 2017-18માં આ ભાવ લિસ્ટ સામે આવ્યું હતું.

બિરલાએ આ સાથે જણાવ્યુ કે, સંસદનું સત્ર શરૂ થતા પહેલા બધા સાંસદોને કોરોના ટેસ્ટ કરાવવાની વિનંતી કરવામાં આવશે. 29 જાન્યુઆરીથી શરૂ થનાર સંસદના સત્ર દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી સવારે નવ કલાકથી બપોરે 2 કલાક સુધી ચાલશે. લોકસભાની કાર્યવાહી સાંજે ચારથી રાત્રે આઠ કલાક સુધી ચાલશે. તેમના અનુસાર, સાંસદોના આવાસ નજીક તેમના આરટી-પીસીઆર કોવિડ-19 ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.