સંસદની સુરક્ષાનો ભંગ કરનાર મુખ્ય સૂત્રધાર લલિત ઝાની ધરપકડ
દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
સંસદની સુરક્ષામાં ચૂક મામલામાં પોલીસ દ્વારા સતત કાર્યવાહી
નવી દિલ્હી, સંસદની સુરક્ષાના ચૂક મામલામાં હંગામો જારી છે. વિપક્ષ મામલામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી રહ્યું છે. આ વચ્ચે લોકસભામાંથી ૧૩ અને રાજ્યસભામાંથી એક સાંસદને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિપક્ષ આ મુદ્દે પ્રહારો કરી રહ્યું છે તો કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્ર³ાદ જોશીએ કહ્યુ કે આ રાજનીતિનો મામલો નથી.
બીજી તરફ દિલ્હી પોલીસે રાત્રે આશરે ૧૦.૩૦ કલાકે છઠ્ઠા આરોપી અને મુખ્ય ષડયંત્રકાર મનાતા લલિત ઝાની ધરપકડ કરી લીધી છે.
આ પહેલા દિવસમાં દિલ્હી પોલીસે મામલામાં આરોપી મનોરંજન ડી, સાગર શર્મા, અમોલ શિંદે અને નીલમને કોર્ટમાં રજૂ કર્યાં હતા.આ દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટમાં આરોપીઓના ૧૫ દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે સાત દિવસના રિમાન્ડ આપ્યા છે. તેમાંથી લોકસભામાં સાંસદોની બેસવાની જગ્યા પર કૂદનાર અને કેન દ્વારા ધૂમાડો કરનાર લોકો મનોરંજન ડી અને સાગર શર્મા છે. તો અમોલ શિંદે અને નીલમ પરિસરમાં નારેબાજી કરી કેનથી ધૂમાડો ફેલાવ્યો હતો. પાંચમો આરોપી વિક્લી પોલીસની કસ્ટડીમાં છે.
પોલીસે કોર્ટને કહ્યું કે મનોરંજન ડી, સાગર શર્મા, અમોલ શિંદે અને નીલમનો સંસદની સુરક્ષામાં ચૂક કરવાનો મામલો આતંકી ગતિવિધિ જેવો છે. પોલીસે જણાવ્યું કે અમે આરોપીઓ વિરુદ્ઠધ આઈપીસીની વિવિધ કલમો સિવાય આતંકવાદ વિરોધી કાયદો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ કાયદો (UAPA)હેઠળ કેસ દાખલ કર્યો છે.
પોલીસે કહ્યું, “તેને પ્રેક્ષક ગેલેરી સુધી જ સીમિત રાખવાનો હતો. તેઓ દર્શકોની ગેલેરીમાંથી કૂવામાં કૂદી પડ્યા હતા, તેણે તેના જૂતામાં ડબ્બો (ધુમાડો) છુપાવ્યો હતો. આવી સ્થિતિમાં ચારેયની પૂછપરછ માટે ૧૫ દિવસની જરૂર છે, તો આરોપીના વકીલે કહ્યું કે પાંચ દિવસ પૂરતા છે. મનોરંજન ડી ઉપરાંત સાગર શર્મા, અમોલ શિંદે અને નીલમ, વિકી અને લલિત ઝા પણ દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે.