સંસદનું ચોમાસુ સત્ર હંગામેદાર રહે તેવી સંભાવના
નવીદિલ્હી, સંસદનું ચોમાસુ સત્ર ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થવાની સંભાવના છે કોરોના મહામારીની વચ્ચે યોજાનાર આ સત્ર ખુબ તોફાની બનવાની સંભાવના છે સત્તારૂઢ ભાજપને કોરોના મહામારી, લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ જેવા મુદ્દા પર વિરોધ પક્ષના વિરોધનો સામનો કરવો પડશે ભાજપે પણ ખુદને તેના માટે તૈયાર કરી લીધુ છે. વિરોધ પક્ષ ખાસ કરીને કોંગ્રેસ સતત કોરોના મહામારી અને લોકડાઉનના કારણે પાટા પરથી ઉતરેલી દેશની અર્થવ્યવસ્થાને લઇ સતત સરકાર પર હુમલાખોર છે આ સાથે જ કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યો છે કે ગલબાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે સંધર્ષની ઘટનાની માહિતી આપવાની બાબતમાં પારદર્શી રીત નહીં અપનાવવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપના એક પદાધિકારીએ કહ્યું કે ચીન અને મહામારીની બાબતમાં વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોનો પહેલા જ જવાબ આપી દેવામાં આવ્યો છે અને તે ફકત રાજીતિ માટે આ મુદ્દાનો ઉપયોગ કરી રહ્યાં છે પાર્ટીના પદાધિકારી અનુસાર આ વર્ષ માર્ચમાં થયેલ સત્રમાં ૧૦ અધ્યાદેશ પસાર કરવામાં આવ્યા હતાં જેને વિચાર માટે લાવવામાં આવશે એ યાદ રહે કે અધ્યાદેશ છ મહીના બાદ સમાપ્ત થઇ જાય છે અને તેને એક બિલના રૂપમાં પાસ કરાવવા ફરજિયાત છે.
જે અધ્યાદેશોને લાવવામાં આવશે તેમાં મહામારી રોગ સુધારા અધ્યાદેશ ૨૦૨૦,વાણિજય સંવર્ધન અને સુવિધા અધ્યાદેશ ૨૦૨૦,કિસાન સશક્તિકરણ અને સંરક્ષણ સમજૂતી મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા અધ્યાદેશ ૨૦૨૦ પણ સામેલ છે આ સાથે જ સાંસદોના પગારથી સંબંધિત અધ્યાદેશ પણ ગૃહના પટલ પર લાવી શકાય છે. અન્ય એક પદાધિકારીએ કહ્યું કે ડેટા પ્રોટેકશન બિલ અને લેબર કોડ સહિત અન્ય કાનુની મુદ્દા પણ છે જે સત્ર દરમિયાન વિચાર માટે લાવવાની સંભાવના છે.HS