સંસદનું ચોમાસુ સત્ર ૧૯ જુલાઇથી શરૂ થઇ શકે છે

નવીદિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર ૧૯ જુલાઇથી શરૂ થાય તેવી સંભાવના છે સુત્રોના જણાવ્યા અનુસાર ચોમાસુ સત્ર ૧૯ જુલાઇથી ૧૩ ઓગષ્ટ સુધી ચાલે તેવી સંભાવના છે. સંસદીય મામલાની કેબિનેટ કમીટી સીસીપીએને સંસદ સત્રને લઇ આ માહિતી મોકલવામાં આવી છે. જાણકારી અનુસાર તમામ સાંસદોને સત્ર શરૂ થતા પહેલા વેકસીનના બંન્ને ડોઝ લેવા માટે કહેવામાં આવ્યું છે સરકાર કોરોના પ્રોટોકોલને લઇ કોઇ ઢીલાસ રાખવા માંગતી નથી આથી તમામ સાંસદોને સમય રહેતા બંન્ને વેકસીનનો ડોઝ લેવા માટે કહેવામાં આવ્યું છે આમ તો મોટાભાગના સાંસદ વેકસીનના બંન્ને ડોઝ લઇ ચુકયા છે.
દેશમાં કોરોનાની ત્રીજી લહેરની પણ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે એવામાં સરકાર ઇચ્છે છે કે સત્રને ટાળવા
માટે કોરોના નવું બહાનું ન બને આથી વેકસીન લદાવવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ વખતે ચોમાસુ સત્ર તોફાની બની રહે તેવી સંભાવના છે એક તરફ જયાં પેટ્રોલ ડીઝલના ભાવ અને મોંધવારી વધી રહી છે ત્યાં બીજી તરફ કોરોના સહિત એવા અનેક મુદ્દા છે જેને લઇ વિરોધ પક્ષો સરકારને નિશાન પર લઇ શકે છે.