Western Times News

Gujarati News

સંસદમાં જયા બચ્ચનને મળીને ખુશ થયા કિરણ ખેર

મુંબઈ, પીઢ અભિનેત્રી અને રાજનેતા કિરણ ખેર રિકવર થયા બાદ હાલમાં જ કામ પરત ફર્યા છે. ગુરુવારે એક્ટ્રેસે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જયા બચ્ચન સાથેની હેપ્પી તસવીર શેર કરી હતી. સંસદમાં બંનેની મુલાકાત થઈ તે દરમિયાનની આ તસવીર છે. જયા બચ્ચન વર્ષ ૨૦૦૪થી રાજ્યસભાના સભ્ય છે અને તે સમાજવાદી પાર્ટીના સભ્ય છે.

બીજી તરફ, કિરણ ખેર લોકસભાના સભ્ય અને ચંડીગઢથી સંસદ સભ્ય છે. તસવીરમાં એકબીજાને મળીને કિરણ ખેર અને જયા બચ્ચન ખુશ જણાઈ રહ્યા છે.

કિરણ થેરે વ્હાઈટ કલરનો પ્રિન્ટેડ કૂર્તો જ્યારે જયા બચ્ચને પીળા કલરની સાડી પહેરી છે. તેમનું ચહેરા પરનું સ્મિત ઘણું કહી જાય છે. તસવીર શેર કરીને કિરણ ખેરે લખ્યું છે લાંબા સમય બાદ સંસદમાં જયાને મળીને સારું લાગ્યું.

કિરણ ખેરે જેવી તસવીર શેર કરી કે ફોલોઅર્સ કોમેન્ટ કરવા લાગ્યા. એક્ટર અને ટીવી શો હોસ્ટ અર્જુન બિજલાનીએ હાર્ટ ઈમોજી મૂક્યા છે તો નફિસા અલી સોઢીએ લખ્યું છે મારા કિંમતી મિત્રો.

આ સિવાય એકે ફેને લખ્યું છે બે સફળ મહિલાઓ, એકે લખ્યું છે પિક્ચર પર્ફેક્ટ તો એક યૂઝરે તેવું પણ લખ્યું છે કે ઝઘડો ન કર્યો?, અન્યએ લખ્યું છે ‘કેમ જયાજી સંસદમાં નથી આવતા’.

જણાવી દઈએ કે, કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા હોવાનું ગયા વર્ષે નિદાન થયું હતું. મલ્ટીપલ માયલોમા બ્લડ કેન્સરનો એક એવો પ્રકાર છે જે શરીરના પ્લાઝમા સેલ્સ પર અસર કરે છે.

બીમારી હોવાની જાણ થઈ છતાં કિરણ ખેર અટક્યા નહીં હાલ તેઓ ‘ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ ૯’ જજ કરી રહ્યા છે. જેમાં તેમની સાથે મનોજ મુંતશીર, શિલ્પા શેટ્ટી, બાદશાહ પણ છે.

તો બીજી તરફ જયા બચ્ચન ઘણા વર્ષો બાદ બોલિવુડના મોટા પડદા પર કમબેક કરવા જઈ રહ્યા છે. તેઓ કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં જાેવા મળશે. જેમાં તેમની સાથે આલિયા ભટ્ટ, રણવીર સિંહ, ધર્મેન્દ્ર અને શબાના આઝમી પણ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.