Western Times News

Gujarati News

પર્યાવરણની સુરક્ષા મુદ્દાને સમાવી લેતું ‘શીપ રીસાઈકલીંગ બિલ 2019’ પાસ કરવામાં આવ્યું

પર્યાવરણની સુરક્ષા અને શ્રમિકોનું સ્વસ્થ તંદુરસ્ત જીવન એ ‘શીપ રીસાઈકલીંગ બિલ 2019’નો આત્મા છે: કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા

નવી દિલ્હી, ડિસેમ્બર 09, 2019, આજે પાર્લામેન્ટમાં પર્યાવરણની સુરક્ષા માટે અને જહાજના રીસાઈકલીંગ આ બંને મુદ્દાને સમાવી લેતું ‘શીપ રીસાઈકલીંગ બિલ 2019’ પાસ કરવામાં આવ્યું છે. આ બિલ પાસ થવાની સીધી અસરો ભારતીય દરિયાઈ ક્ષેત્રમાં અને દરિયા કિનારા સાથેના સંલગ્ન બિઝનેસ પર હકારાત્મક સ્વરૂપે થશે. શીપબ્રેકીંગ કોડ ૨૦૧૩ અને હોંગકોંગ કન્વેન્શન 2009 બંનેને આ બિલમાં સમાવી લેવાયા છે.

આ એક એવું બિલ છે જેમાં પર્યાવરણનું સુરક્ષા અને શીપ રીસાઈકલીંગની પ્રક્રિયામાં કામ કરતા શ્રમિકોના સ્વાસ્થ્યની જવાબદારી લે છે. માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયાના કહેવા મુજબ,  ભારત દેશ આજે રીસાઈકલીંગ ઉદ્યોગમાં અગ્રેસર છે. દુનિયાભરમાં પથરાયેલા રીસાઈકલીંગ ઉદ્યોગમાં ભારત દેશના રીસાઈકલીંગ ઉદ્યોગના ૩૦ ટકા સીધો ફાળો છે. આ બિલ પાસ થવાની સાથે જ પર્યાવરણ માટે બિનહાનીકારક હોય અને શ્રમિકોના સ્વાસ્થ્ય માટે એકદમ સાનુકૂળ હોય એ મુદ્દાઓ હવે સક્ષમ બનશે. આ બિલના કારણે વિશ્વભરના વધુને વધુ જહાજો ભારતના દરિયાઈ ક્ષેત્રમાં રીસાઈકલીંગ યાર્ડમાં રીસાઈકલીંગ માટે આવશે અને દેશના વ્યાપારમાં  શીપ રીસાઈકલીંગ બિલ પોતાનો હરણફાળો નોંધાવશે.”

હવે પછી ભારતમાં રીસાઈકલીંગ માટે આવતા જહાજો પાસે રીસાઈકલીંગ પ્રક્રિયાનો ભાગ બનતા પહેલાં હોંગકોંગ કન્વેન્શનના ધોરણ મુજબ ‘રીસાઈકલીંગ માટે તૈયાર’ એવું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આ પ્રમાણપત્ર મળ્યા પછી દરેક જહાજને હોંગકોંગ કન્વેન્શનના ધોરણોના આધારે ડિઝાઈન થયેલા યાર્ડમાં રીસાઈકલીંગ પ્રક્રિયાનો ભાગ બનવા મોકલી શકાશે. હવે ભારતના વ્યાપારમાં વિકાસની તકો વધશે, ભારતના દરેક દરિયાઈક્ષેત્રમાં અને ખાસ કરીને ગુજરાતના અલંગક્ષેત્રમાં વધુમાં વધુ રીસાઈકલીંગ પ્લોટ વિકસશે.

આ બિલ પાસ થવાના કેટલાક લાભ:

▪         શીપ રીસાઈકલીંગ બિલ વિશ્વના અનેક જહાજોને ભારતના શીપયાર્ડમાં રીસાઈકલીંગ પ્રક્રિયા માટે પ્રવેશવાના દરવાજા ખોલી આપશે.

▪         શીપ રીસાઈકલીંગ એ દરિયાઈ ક્ષેત્રના બિઝનેસમાં વધારો કરશે અને નોકરીની નવી તકો ઉભી કરશે, પરિણામ સ્વરૂપ ભારતનું સ્થાન રીસાઈકલીંગ ઉદ્યોગમાં મજબુત થશે

▪         ગુજરાતના અલંગ, મુંબઈ પોર્ટ, કોલકતા પોર્ટ અને કેરલાના અઝીકક્લ જેવા શીપ રીસાઈકલીંગ યાર્ડની ગુણવત્તામાં અને વિશ્વસનીયતામાં વધારો થશે

▪         દેશમાં ઉપયોગી એવા સ્ટીલના કુલ જથ્થામાં ૧૦% જેટલું સેકન્ડરી સ્ટીલ રીસાઈકલીંગ પ્રક્રિયાથી પ્રાપ્ત થશે, આ પ્રક્રિયા પણ સંપૂર્ણરીતે ઈકોફ્રેન્ડલી છે.

▪         આંતરરાષ્ટ્રીય સ્તરે શીપ રીસાઈકલીંગ સુવિધાઓ ગણમાન્ય થશે અને ઓથોરીટીવાળા યોગ્ય યાર્ડમાં શીપ રીસાઈકલીંગ સુવિધાઓ ઉપલબ્ધ થશે

▪         દેશની વ્યાપાર પ્રવૃત્તિઓમાં વિકાસ થશે અને એના થકી દેશની GDP નો ગ્રોથ થશે

શીપ રીસાઈકલીંગ ઈન્ડસ્ટ્રીમાં હવેથી પર્યાવરણને નુકસાન ન પહોંચે અને શ્રમિકોના જીવ ન જોખમાય એ મુજબ કામ થશે. આ બિલમાં પ્રદૂષણ અને શ્રમિકોનું જોખમાતું સ્વાસ્થ્ય જેવા ગંભીર મુદ્દાઓના નિરાકરણ સમાવાયા છે. શ્રી મનસુખભાઈ માંડવિયા કહે છે કે, “પર્યાવરણની સુરક્ષા અને શ્રમિકોનું સ્વસ્થ તંદુરસ્ત જીવન એ શીપ રીસાઈકલીંગ બિલ 2019નો આત્મા છે.”

શીપ રીસાઈકલીંગ બિલ 2019નો સ્વીકાર થવો એ ભારતીય મેરીટાઈમ ક્ષેત્ર માટે ખરા અર્થમાં ઐતિહાસિક ક્ષણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.