સંસદમાં બજેટ સત્રનો બીજાે તબક્કો શરૂઃ જમ્મુ અને કાશ્મીરનું બજેટ રજૂ

નવીદિલ્હી, સંસદના બજેટ સત્રનો બીજાે તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. જેમાં વિપક્ષ વધતી બેરોજગારી, કર્મચારી ભવિષ્ય નિધિ પર વ્યાજ દરમાં ઘટાડો અને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા સહિતની અનેક બાબતો પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે.
બજેટની દરખાસ્તો માટે સંસદની મંજૂરી લેવી અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર માટે બજેટ રજૂ કરવું સરકારના એજન્ડામાં ટોચ પર હશે.નાણા પ્રધાન ર્નિમલા સીતારમણ જમ્મુ અને કાશ્મીર માટે બજેટ રજૂ કરશે અને લંચ પછીની કાર્યવાહી દરમિયાન ગૃહમાં તેની ચર્ચા થવાની સંભાવના છે. સરકારે બંધારણ અનુસૂચિત જનજાતિ ઓર્ડર (સુધારા) બિલને લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે પણ સૂચિબદ્ધ કર્યું છે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનું ત્રીજું બજેટ ર્નિમલા સીતારમણ પ્રશ્નકાળ પછી, કેન્દ્રશાસિત પ્રદેશની રચના પછી રાજ્યનું ત્રીજું બજેટ રજૂ કરશે. રાજ્યમાંથી કલમ ૩૭૦ અને ૩૫એ નાબૂદ થયા બાદ આ ત્રીજું બજેટ હશે.
અગાઉના બંને બજેટ ૧૭ માર્ચે રજૂ કરવામાં આવ્યા હતા. બજેટમાં થોડો વધારો થઈ શકે છે. ગયા વર્ષના ૧.૦૮ લાખ કરોડની સરખામણીએ આ વખતે બજેટ લગભગ ૧.૧૦ લાખ કરોડનું હોઈ શકે છે. બજેટમાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત વિકાસ પર ભાર મુકવામાં આવી શકે છે.HS