સંસદમાં બોલીવુડમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવતા રવિકિશન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/Ravi-kisan-scaled.jpg)
નવીદિલ્હી, સુશાંતસિંહ રાજપુતના મોતના મામલામાં જારી ડ્રગ્સ મામલાની તપાસ વચ્ચે આજે સંસદમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો લોકસભામાં ભાજપના ગોરખપુરના સાંસદ રવિ કિશને સંસદમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો અને કહ્યું કે આ ગંભીર મામલાની ઉડાઇથી તપાસ કરવી જાેઇએ આ ખુબ જરૂરી છે. આજથી સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઇ છે આ સત્ર દરમિયાન બોલતા ભાજપ સાંસદ રવિ કિશને કહ્યું કે નશીલા પદાર્થોની ચોરી લતની સમસ્યા વધી રહી છે દેશના યુવાનોને નષ્ટ કરવામાં માટે કાવતરૂ રચવામાં આવી રહ્યું છે આપણા પડોસી દેશ યોગદાન આપી રહ્યાં છે પાકિસ્તાન અને ચીનથી ડ્રગ્સની તસ્કરી દર વર્ષ કરવામાં આવે છે તેને પંજાબ અને નેપાળમાં લાવવામાં આવે છે.
રવિ કિશને આ સાથે જ બોલીવુડની ટીકા કરી અને કહ્યું કે ડ્રગ્સની લત ફિલ્મ ઇડ્સ્ટ્રીઝમાં પણ છે અનેક લોકોને પકડવામાં આવ્યા છે એનસીબી સારૂ કામ કરી રહી છે હું કેન્દ્ર સરકારને કડકમા કડક કાર્યવાહી કરવાની વિનંતી કરૂ છું દોષિતોને તાકિદે પકડવામાં આવે અને તેમને સજા અપાવવામાં આવે અને પડોસી દેશોનું કાવતરાનો અંત લાવવામાં આવે.HS