Western Times News

Gujarati News

સંસદમાં વિરોધ પક્ષોનો વ્યવહાર લોકતંત્ર માટે શરમજનક: માયાવતી

લખનૌ, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના સુપ્રીમો માયાવતીએ ગત દિવસોમાં કિસાન બિલ પસાર થવા દરમિયાન સંસદ ખાસ કરીને રાજયસભામાં વિરોધ પક્ષોના નેતાઓના વ્યવહાર પર સખ્ત નારાજગી વ્યકત કરી સોશિયલ મીડિયા પર માયાવતીએ ટ્‌વીટ કરી કહ્યું કે આમ તો સંસદ લોકતંત્રનું મંદિર જ કહેવામાં આવી છે આમ છતાં તેની મર્યાદા અનેકવાર તોડવામાં આવે છે વર્તમાન સંસદ સત્ર દરમિયાન પણ ગૃહમાં સરકારની કાર્યશૈલી અને વિરોધ પક્ષોનો જે વ્યવહાર જાેવા મળી રહ્યો છે તે સંસદની મર્યાદા બંધારણની ગરીમા અને લોકતંત્રને શર્મસાર કરનારૂ અતિ દુખદ. એ યાદ રહે કે ૨૦ સપ્ટેમ્બરે કિસાન બિલ પસાર કરવા દરમિયાન વિરોધ પક્ષોએ ખુબ હંગામો કર્યો ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને તો ઉપસભાપતિની ખુરશીની પાસે જઇને રૂલ બુક ફાડી નાખી હતી.

ઉપસભાપતિએ ગૃહમાં હંગામા વચ્ચે ધ્વનિમતે બે કિસાન બિલ પાસ કરાવી દીધા હતાં. બાદમાં રાજયસભાના સભાપતિ વૈકેયા નાયડુએ સોમવારે ૨૧ સપ્ટેમ્બરે ટીએમસી સાંસદ ડેરેક બ્રાયન સહિત આઠ સાંસદોને ગૃહમાંથી બરતરફ કરી દીધા હતાં તેની વિરૂધ્ધ સાંસદોએ સંસદ પરિસરમાં રાતભર ધરણા કર્યા હતાં ભારતીય લોકતાંત્રિક ઇતિહાસમાં એવી પગેલી બાર થયું જયારે સાંસદોએ સંસદ પરિસરમાં જ રાતભર ધરણા કર્યા હોય.

મંગળવારે સવારે રાજયસભાના ઉપસભાપતિ હરિવંશ ખુદ ચ્હા લઇ તે સાંસદોની પાસે પહોંચ્યા હતાં જે સંસદ પરિસરમાં ધરણા કરી રહ્યાં હતાં જાે કે કેટલાક સાંસદોએ ચ્હા પીવાનો ઇન્કાર કરી દીધો હતો. ઉપસભાપતિએ પણ એક આ ઘટનાને દુખદ ગણાવતા એક દિવસના ઉપવાસ રાખ્યા હતાં જયારે કોંગ્રેસે જાહેરાત કરી છે કે જયાં સુધી બરતરફ સાંસદોની બરતરફી પાછી નહીં ખેંચાય અને કિસાન વિરોધી બિલ સરકાર પાછી નહીં લે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.