સંસદમાં ૫૨ વર્ષથી ચાલી રહેલ કેન્ટીંગ ખાલી કરવામાં આવશે
નવીદિલ્હી, સંસદમાં ૫૨ વર્ષ સુધી સાંસદોને ભોજન ખવડાવ્યા બાદ ભારતીય રેલવે કેન્ટીંગની સુકાન આગામી મહીને ૧૫ નવેમ્બરથી ભારત પર્યટન વિકાસ નિગમ (આઇટીડીસી)નેં સોપી દેવામાં આવશે.લોકસભા સચિવલાયે એક પત્રના માધ્યમથી ઉત્તર રેલવે પરિસારને ખાલી કરાવવા અને તમામ ઉપકરણ જેવા કે કોપ્યુટર, પ્રિંટર ફર્નીચર વગેરેને સોંપવા અને તેમના કર્મચારીઓને પાછા બોલાવવા માટે કહ્યું છે.
ઉત્તર રેલવે સંસદ ભવન એસ્ટેટમાં તમામ જગ્યા પર ભોજન સેવા ઉપલબ્ધ કરાવે છે રેલવે કેન્ટીંગ એકક્ષી પુસ્તકાલય ભવન અને અનેક અન્ય જગ્યા પર ખાનપાનની વ્યવસ્થા પ્રદાન કરે છે રેલવે ૧૯૬૮થી કેન્ટીંગમાં ભોજન ઉપલબ્ધ કરાવી રહ્યું હતું પત્રમાં કહેવામાં આવ્યું છે કે સક્ષમ પ્રાધિકારી ઇચ્છે છે કે સંસદ ભવન એસ્ટેટ (સંસદીય શોધ અને સંસદ પુસ્તકાલય ભવન અને પીએચઇની બહાર ગણમાન્ય વ્યક્તિઓને સેવા પ્રદાન કરનારી)માં ખાનપાન એકમોનું સંચાલન આઇટીડીસી દ્વારા ૧૫ નવેમ્બર ૨૦૨૦ સુધી પોતાના હાથોમાં લઇ લેવામાં આવે.
તેમા કહેવામાં આવ્યું છે કે ઉત્તર રેલવે અનુસાર લોકસભા સચિવાલય દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ ઇલેકટ્રોનિક ગેજેટ્સલ કોમ્પ્યુટર પ્રિંટર વગેરે આઇટીડીસીને સોંપી શકાય છે અને ફર્નીચર ઉપકરણ ગેજેટ વગેરે આઇટીડીસીને સોંપવા માટે સીપીડબ્લ્યુડીને આપી શકે છે.
આઇટીડીસીના અધિકારીએ કહ્યું કે કે તેમને ભોજનની ગુણવત્તા પર વિશેષ ધ્યાન રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.જે સામાન્ય લોકોની સાથે સાથે ગણમાન્ય વ્યક્તિઓ માટે યોગ્ય હોવું જાેઇએ એક નવા વિક્રેતા શોધવાની પ્રક્રિયા ગત વર્ષ શરૂ થઇ અને આ વર્ષ જુલાઇમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ મુદ્દા પર ચર્ચા માટે પર્યટન મંત્રી પ્રહલાદ પટેલ અને આઇટીડીસીના અધિકારીઓની મુલાકાત કરી હતી.સંસદ અને રેલવે અધિકારીઓએ પણ આ વાતની પુષ્ટી કરી અને કહ્યું કે નવીનતમ પ્રસ્તાવ અનુસાર આઇટીડીસી હવે કેટરિંગનું કામ સંભાળવા માટે તૈયાર છે. આઇટીડીસી અશોકા હોટલ ચલાવે છે સાંસદો હાઉસ સ્ટાફ અને મહેમાનોને પિરસવામાં આવનાર ભોજન સબ્સિડાઇઝડ હોય છે.HS