Western Times News

Gujarati News

સંસદીય રાજભાષા સમિતિ વડોદરામાં ભારતીય રાષ્ટ્રીય રેલ અકાદમીની લીધી મુલાકાત

વડોદરા    શહેરના પ્રતાપનગર ખાતેની ભારતીય રેલ રાષ્ટ્રીય અકાદમીની સંસદીય રાજભાષા સમિતિના કન્વીનર પ્રો. રીટા બહુગુણા જોષી, સદસ્ય સર્વ શ્રી પ્રદિપ ટમ્ટા, શ્રી સુશીલકુમાર ગુપ્તાએ અને વડોદરાના સાંસદ અને સમિતિના સદસ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટે મુલાકાત લીધી હતી. પ્રતાપવિલાસ પેલેસની સામે નેશનલ રેલ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યુટ બનવાની જાણકારી સામે આવતા રાજભાષા સમિતિના સદસ્યશ્રીઓને પેલેસની ખૂબસુરતી નષ્ટ થવાનો ભય વ્યક્ત કર્યો હતો. જેથી આ બાબતની નોંધ લઈ તેની રેલવે મંત્રીશ્રીને રજૂઆત કરીને નેશનલ રેલ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યુટ અન્ય જગ્યાએ ખસેડવાની ભલામણ કરવામાં આવશે.

ઉપરાંત રાજભાષા સમિતિના તમામ સદસ્યોએ ભારતીય રાષ્ટ્રીય રેલ અકાદમીની ગતિવિધિઓની જાણકારી મેળવી હતી. તેમજ આગામી સમયમાં રેલવે વિશ્વવિદ્યાલય દ્વારા શરૂ કરવામાં વિવિધ અભ્યાસક્રમોથી અવગત કરવામાં આવી હતી. આ તકે સંસદીય રાજભાષા સમિતિના કન્વીનર પ્રો. રીટા બહુગુણા જોષી જણાવ્યું કે, ભારતીય રેલવેમાં અંદાજે દિવસભરમાં બે કરોડ જેટલા લોકો મુસાફરી કરે છે ઉપરાંત પરિવહન ક્ષેત્રમાં રેલવેની મહત્વની ભૂમિકા રહેલી છે. જેથી ભારતીય રેલવે સામે ઘણી જવાબદારી અને પડકારો રહેલા છે. ત્યારે ભારતીય રેલવે સેવાને વધુ બહેતર બનાવી સમગ્ર વિશ્વમાં નેતૃત્વ કરે તેવી નેમ તેમણે વ્યક્ત કરી હતી.

વણીજ્ય પ્રબંધનના પ્રો. શ્રી ગૌરવ કૃષ્ણન બંસલે રાજભાષા સમિતિના સદસ્યોને પ્રતાપવિલાસ પેલેસના ઐતિહાસિક મહત્વથી અવલગ કરવ્યા હતા.આ મુલાકાત રાજભાષા સમિતિના સેક્રટરી શ્રી બી.એલ. મીણા, રિચર્સ ઓફિસર શ્રી કમલ સ્વરૂપ, સમિતિના રિપોર્ટર શ્રી કિરન પાલ સાથે રહ્યા હતા. ઉપરાંત ભારતીય રાષ્ટ્રીય રેલ અકાદમીના અધિકારી-પ્રશિક્ષક અને લાયજન અધિકારી તરીકે શ્રી જયેશ ભાલાવાલા અને શ્રી અજયસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.