સંસદ ટીવીની યૂટ્યુબ ચેનલ હેક થઈ, ગુગલ સામે મુદ્દો ઊઠાવાયો
નવી દિલ્હી, યુટ્યૂબ પર સંસદ ટીવીના એકાઉન્ટને કથિત રીતે યુટ્યૂબના દિશા નિર્દેશોના ભંગના પગલે બંધ કરી દેવાયું છે. યુટ્યૂબની આ ચેનલ પર લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું સીધુ પ્રસારણ થાય છે. સંસદ ટીવીએ જાણકારી આપી કે તેમની યુટ્યૂબ ટેનલ હેક થઈ હતી.
સંસદ ટીવીએ પોતાના અધિકૃત નિવેદનમાં કહ્યું કે ૧૫ ફેબ્રુઆરીના રોજ સંસદ ટીવીની યુટ્યુબ ચેનલને હેક કરવામાં આવી હતી. યુટ્યુબ સુરક્ષા જાેખમની સમસ્યાનું સમાધાન કરી રહ્યું છે.
સંસદ ટીવીના યુટ્યૂબ એકાઉન્ટને હેક કરીને તેનું નામ બદલી નાખી એથેરિયમ રાખી દેવામાં આવ્યું હતું. જે એક ક્રિપ્ટો મુદ્રા છે. અધિકારીઓનું કહેવું છે કે ગૂગલ સામે આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. એક અધિકારીએ કહ્યું કે હેકિંગ જેવું કઈક થયું છે. તેમણે કહ્યું કે ગૂગલને ફરિયાદ કરવામાં આવી છે અને આગળ તેઓ તેને જાેઈ રહ્યા છે.
ભારતમાં સાઈબર સુરક્ષાની ઘટનાઓ પર નજર રાખનારી નોડલ એજન્સી ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી-ઈન) પણ આ ઘટના બદલ સંસદ ટીવીને અલર્ટ કર્યું છે. સંસદ ટીવીના જણાવ્યાં મુજબ યુટ્યૂબે સુરક્ષા જાેખમનો સ્થાયી રીતે ઠીક કરવાનું શરૂ કરી દીધુ છે અને તેને જેમ બને તેમ જલદી બહાલ કરવામાં આવશે.SSS