Western Times News

Gujarati News

સંસદ ન ચાલવા દેવાનો વિપક્ષનો ર્નિણય પૂર્વનિયોજિત : કેન્દ્રીય મંત્રીઓ

નવીદિલ્હી: સંસદમાં થયેલા હંગામા પર વિપક્ષના આરોપનો જવાબ આપવા ૮ કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મેઘવાલ, ભુપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, પીયુષ ગોયેલ, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રહલાદ જાેશી, અનુરાગ ઠાકુર અને વી. મુરલીધરને પ્રેસ કોન્ફરન્સ કરીને વિપક્ષને આકરા જવાબ આપ્યા.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશીએ દાવો કર્યો હતો કે વિપક્ષે અમને ધમકી આપી હતી કે ‘જાે અમે બિલ પસાર કરવાનો પ્રયાસ કરીશું તો પરિસ્થિતિ વધુ વિકટ બની જશે’.

વિપક્ષના સભ્યોએ કાચ તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો. એક મહિલા ઘાયલ થઈ હતી. તેઓએ લેખિતમાં ફરિયાદ આપી છે કે તેમની સામે કાર્યવાહી થવી જાેઈએ. ટેબલ ઉપર ચીને હંગામો કર્યો. કોઈ બિલ પસાર થઈ રહ્યું નથી, માત્ર ચર્ચા ચાલી રહી હતી. વિનંતી કરવા છતાં તેઓ સહમત ન થયા.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશીએ કહ્યું કે સંસદને કામ ન કરવા દેવાનો ર્નિણય પૂર્વ આયોજિત હતો. તેમણે કહ્યું કે ઘટનાઓ જે ક્રમમાં બની તે દૃશ્યથી સ્પષ્ટ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે દેશના લોકો પ્રતિક્ષા કરી રહ્યાં છે તેમની સાથે જાેડાયેલા મુદ્દાઓને સંસદમાં ઉઠાવવામાં આવે ત્યારે વિપક્ષે સડકથી માંડીને સંસદ સુધીનો એજન્ડા ખુલ્લો પડ્યો છે. વિપક્ષે ફક્ત અરાજકતા ફેલાવી છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયેલે જણાવ્યું કે રાજ્યસભામાં વિપક્ષનો જે વ્યવહાર રહ્યો છે તેનાથી ગૃહની ગરીમા ઘટી છે. ચેરમેનની સામે ખોટાખોટા આરોપ લગાવીને પદની ગરિમા ઘટાડવામાં આવી. વિપક્ષોએ શરમજનક પ્રદર્શન કર્યું. વિપક્ષની ઈચ્છા શરુઆતથી સ્પસ્ટ બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.