સંસદ બાદ કૃષિ બિલ અંગે કોંગ્રેસ રસ્તા પર લડાઇ ચલાવશે
નવીદિલ્હી, કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ મોટા અભિયાનની તૈયારી કરી રહી છે કોંગ્રેસ પોતાના આંદોલનને સંસદથી રસ્તાઓ પર લઇ જવા માટે કમર કસી રહી છે તેના પર બોલતા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે કહ્યું કે પ્રજાતત્રનું ગળા દબાવવામાં આવી રહ્યું છે પહેલા નોટબંધી દ્વારા વેપાર બંધી અને હવે ખેત બંધી.અમે જન આંદોલનની તૈયારી કરી લીધી છે આગામી ૭૨ કલાકમાં કોંગ્રેસ દરેક રાજયના હેડકવાર્ટરમાં જઇને મોદી સરકારની પોલ ખલશે ત્યારબાદ પાર્ટી કાર્યકરો રાજભવનની સામે પ્રોટેસ્ટ માર્ચ કરશે અને તે માંગ રાખશે કે સરકાર આ કાયદાને પરત લે.
રણદીપ સુરજેવાલે આગળ કહ્યું કે બે ઓકટોબર અમારા બધા નેતા ધરણા પ્રદર્શન કરશે અને આ કાળા કાયદા વિરૂધ્ધ આવેદનપત્ર આપશે ૧૦ ઓકટોબરે મોટું આંદોલન બોલાવવામાં આવશે ૩૧ ઓકટોબરે કોંગ્રેસના સાથી ગામ ગામ જશે અને કિસાન વિરોધી કાયદા વિરૂધ્ધ બે કરોડ કિસાનોને મળશે ૧૪ નવેમ્બરે અમે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીશું.
કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે તે પ્રધાનમંત્રી જેને રવિ અને ખરીફ પાકનો ખ્યાલ નથી કે શુંં કિસાનોનું ભલુ કરશે વડાપ્રધાન માટે કરહેવાત છે નીક હકીમ ખતરા એ જાન. હકીકતમાં કોંગ્રેસ કિસાન આંદોલન દ્વારા પોતાની પાર્ટીમાં નવો જીવ ફુંકવાનો પ્રયાસ કરી રહી છે કોંગ્રેસને લાગે છે કે વિપક્ષને એક કરવાની આનાથી સારી તક નહીં મળે આ કારણે છે કે તે પાર્ટીના ફાયદા માટે જનતામાં સીધો અને મજબુત સંદેશ આપવા ઇચ્છે છે કિસાન બિલને લઇને કોંગ્રેસ આગળની રણનીતિ તૈયાર કરશે તે માટે તેણે પોતાના તમામ નેતાઓની બેઠક બોલાવી છે બેઠકમાં બંધા રાજયોના ઇન્ચાર્જ કિસાનોનો ફીડબેક આપશે.HS