સંસદ ભવનની એનેકસી બિલ્ડીંગમાં આગ લાગી
નવીદિલ્હી, સંસદ ભવનની એનેકસી બિલ્ડીંગમાં આગ લાગી હતી આગ એનેકસી બિલ્ડીંગના છઠ્ઠા માળે લાગી હતી આ ધટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને આગ પર તાકિદે અંકુશ મેળવી લેવામાં આવ્યો હતો. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય તેવું લાગી રહ્યું છે.જાે કે હજુ કારણોની તપાસ શરૂ કરાઇ છે.આ આગમાં કોઇ જાનહાની થઇ નથી. ગત અઠવાડીયે સાઉથ બ્લોકમાં રક્ષા મંત્રાલયના એક રૂમમાં આગ લાગી હતી પરંતુ આ આગના કારણે કોઇ જાનહાનીને નુકસાન થયું ન હતું.HS