સંસદ સત્રના ત્રીજા દિવસે રૂમ નંબર ૫૯માં આગ લાગી

નવીદિલ્લી, સંસદના શિયાળુ સત્રનો આજે(૦૧ ડિસેમ્બર) ત્રીજાે દિવસ છે. શિયાળુ સત્રના ત્રીજા દિવસે રૂમ નંબર ૫૯માં અચાનક આગ લાગી ગઈ. આ આગ સવારે આઠ વાગે લાગી હતી. જાે કે કોઈના નુકશાનના સમાચાર નથી. વળી, આગ લાગવાની સૂચના પર ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સ્થિતિને કાબુમાં કરી લેવામાં આવી છે.
સંસદના શિયાળુ સત્રનો આજે ત્રીજાે દિવસ છે. આજે લોકસભામાં ઓમિક્રૉન પર નિયમ ૧૯૩ હેઠળ શૉર્ટ ડ્યુરેશન પર ચર્ચા થશે. વળી, કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહેલે પણ અનાજ, ખાદ્ય તેલ, પેટ્રોલ અને ડીઝલ તેમજ રાંધણ ગેસ જેવી જરૂરી વસ્તુઓના ભાવમાં વૃદ્ધિના મુદ્દે સંસદમાં કાર્યવાહી સ્થગિત કરવાની નોટિસ આપી છે. શિયાળુ સત્ર ૨૩ ડિસેમ્બર સુધી ચાલવાનુ છે.HS