Western Times News

Gujarati News

સખી મંડળની મહિલાઓએ ૨૫૦ કિલો હળદર તથા ૧૨૦૦ કિલો લીલી હળદરનું વેચાણ કર્યું

સેલમ હળદરનું વાવેતર કરાયું -અરવલ્લીમાં સખી મંડળની મહિલાઓ દ્વારા આર્થિક રીતે પગભર થવાનો પ્રયોગ

મેઘરજ, રિલાયન્સ ફાઉન્ડેશનના સક્રિય પ્રયત્ન થકી અરવલ્લીના મેઘરજ તાલુકાના ગામોમાં સ્વ.સહાય જૂથ સાથે જાેડાયેલ પસંદગીયુક્ત મહિલાઓ સાથે સેલમ હળદર વાવેતર થકી આર્થિક રીતે પગભર થવાનો સફળ પ્રયોગ આવનાર સમયમાં અન્ય મહિલાઓ માટે પ્રેરક બળનું કામ કરશે.

પ્રસ્તુત હળદર વાવેતરના નવતર પ્રયોગને સફળ કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પોતાના કાર્ય વિસ્તારના ગામોમાં સ્વ.સહાય જુથ સાથે જાેડાયેલ મહિલાઓમાંથી ચાલીસ સક્રિય મહિલાઓની ઓળખ કરી જરૂરિયાત મુજબની સેલમ હળદર વાવેતરનું બિયારણ આપી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્માના વિષય નિષ્ણાંત દ્વારા કોન્ફરન્સ કોલ મારફતે હળદર વાવેતર અને માવજત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વારંવાર મુલાકાત, માર્ગદર્શન અને માવજત થકી મબલખ ઉત્પાદન થયું હતું.

જેના પરિણામે ઉત્સાહી સખી મંડળની મહિલાઓ સ્વ.સહાય જુથના પ્લેટફોર્મ થકી જી.એલ.પી.સી.ના માધ્યમથી ગ્રાઈન્ડિંગ મશીન મેળવીને પ્રોસેસિંગ દ્વારા સખી મંડળના બ્રાન્ડથી હાલમાં ૨૫૦ કિલો હળદર પાવડર અને ૧૨૦૦ કિલો લીલી હળદર વેચાણ કરવામાં સફળ થયા છે.

પ્રસ્તુત હળદર પાવડર ભેળસેળમુક્ત હોવાથી વર્તમાન સમયના બજાર ભાવ કરતા ૩૦ ટકા વધારે ભાવમાં વેચાણ કરવામાં આવે છે. છતાંય ગુણવત્તા સભર માલ હોવાથી તરત જ વેચાણ થઈ જાય છે. અને લોકલ તથા બજારમાં તેનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આવનાર સમયમાં હજુ ૧૦૦૦ કિલો હળદર પાવડર વેચાણનું લક્ષ્યાંક છે.

જેમાં ચોક્કસ સફળતા મળશે. તેવો દ્રઢ વિશ્વાસ રાખી મંડળની મહિલાઓએ વ્યક્ત કર્યાે હતો. પ્રસ્તુત હળદર પ્રોજેક્ટમાં મેળવવામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને તાલુકા પંચાયત મેઘરજની નોંધપાત્ર સહયોગ હોવાથી સખી મંડળની મહિલાઓ દ્વારા કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.