સગાઇ બાદ પણ પ્રેમિકા સાથે દીકરો વાત કરતો હતો,ખુદ પિતાએ હત્યા કરી દીધી

ભોપાલ, મધ્યપ્રદેશનાં બુરહાનપુરમાં એક પિતાએ જ તેનાં દીકરાની હત્યા કરી નાંખી જે બાદ તેમણે તેમની પત્ની અને દીકરી સાથે મળીને દીકરાની લાશ ઠેકાણે પણ પાડી દીધી. પોલીસે ૧૫ દિવસ બાદ આ કેસમાં ખુલાસો કર્યો છે. પોલીસે એક દોરડાની મદદથી આખો કેસ ઉકેલી કાઢ્યો છે. ૨ જાન્યુઆરીનાં રામકૃષ્ણનું તેનાં પિતા દ્વારા ખૂન કરી દેવામાં આવ્યું હતું.
બુરહાનપુર એસપી રાહુલ કુમાર લોઢાએ જણાવ્યું કે, ઘટના નિબોલા થાણે વિસ્તારનાં ધુલકોટ ગામની છે. ૫ જાન્યુઆરીનાં રુપરેલ નદીમાં રામકૃષ્ણ નામનાં યુવકની લાશ મળી હતી. લાશનાં હાથ પગ દોરીથી બાંધી દેવામાં આવ્યાં હતાં. આ મામલે રામ કૃષ્ણનાં પિતા, માતા અને બહેનની પૂછપરછ કરવામાં આવી તેમણે ગુનો સ્વીકારી લીધો હતો. અને હત્યા કબુલી હતી.
રામકૃષ્ણનાં માતા-પિતા અને બહેનનાં જણાવ્યાં મુજબ, તેની સગાઇ થઇ ગઇ હતી છતાં પણ તે આખો દિવસ કોઇ અન્ય યુવતી સાથે વાતો કરતો રહેતો. ૨ જાન્યુઆરીનાં રાત્રે આશરે ૧૦ વાગ્યે ઘરે રામકૃષ્ણ ફોન પર વાત કરી રહ્યો હતો. આ વાતની જાણ થતા તેનાં પિતા ભિમાન સિંહ નારાજ થઇ ગયા અને રામકૃષ્ણ સાથે ઝઘડો કર્યો. તેમનાં વચ્ચે વિવાદ લાંબો ચાલ્યો.
જેમાં રામકૃષ્ણને તેમણે લાફા માર્યા અને ધક્કો માર્યો, જે બાદ રામકૃષ્ણની છાતી પર જાેરથી લાત મારી, તે બાદ રામકૃષ્ણનાં શરીરમાં કોઇ હલચલ ન જાેવા મળી. તે બાદ પિતાએ ડરીને તેનાં હાથ પગ દોરીથી બાંધી દીધા પિતા ભિમાનસિંહ, માતા જમનાબાઇ અને બહેન કૃષ્ણાએ મળીને રામકૃષ્ણની લાશને રુપરેલ નદીમાં ફેંકી દીધી. આરોપીઓથી પૂછપરછ બાદ તેને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા કોર્ટે તેને જેલ પણ મોકલી દેવામાં આવ્યાં છે.HS