સગાઈનો ઈન્કાર કરનારી યુવતિને યુવકે એસિડ એટેકની ધમકી આપી
(એજન્સી) અમદાવાદ, સગાઈનો ઈન્કાર કરનારી યુવતિને ફોન કરી યુવકે એસિડ એટેકની ધમકી આપી હતી. યુવકે કહ્યુ હતુ કે જાે તું સગાઈ નહીં કરે તો તું જ્યાં મળીશ ત્યાં તારા પર એસિડ નાંખી દઈશ. અને તને મારી હું પણ મરી જઈશ. જેથી યુવતિએ યુવકને બ્લોક કરી દીધો હતો.
જાે કે યુવકે યુવતિના પિતાને ફોન કરી ફરીથી આવી ધમકી આપી હતી. જેથી કંટાળી યુવતિએ યુવક સામે નરોડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના નરોડા વિસ્તારમાં રહેતી ર૩ વર્ષીય રીમા (ઓળખ છુપાવવા નામ બદલેલ છે.) પરિવાર સાથે રહે છે.
રીમા ઓર્ડર મળે ત્યાં સીંગીંગ કરવા માટે જાય છે. એક વર્ષ પહેલાં રીમાની સગાઈની વાત તેના જ સમાજના કિશન વણઝાર (રહે. સુનોખા ગામ, જી.અરવલ્લી) સાથે ચાલતી હતી. જેથી બંન્ને એકબીજાને મળતા હતા. અને મોબાઈલ ઉપર વાતો પણ કરતા હતા. જાે કે રીમાને કિશન પસંદ ન આવતા સગાઈ રાખવાની ના પાડી દીધી હતી. અને તેની સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી.
આમ, છતાં ર૧મી ના રોજ રીમા ઘરે હાજર હતી ત્યારે કિશને મોબાઈલ પર ફોન કરી જણાવ્યુ હતુ કે તું મારી સાથે વાત કરતી નથી અને મારી સાથે સગાઈ કરવાની ના પાડે છે.
જાે તું મારી સાથે સગાઈ નહીં કરે તો તમને આખી દુનિયામાં બદનામ કરી નાંખીશ. અને તું તથા તારી બહેન ખરાબ ધંધા કરો છો એવુૃં બધાને કહી દઈશ. તું ક્યાંય પણ મળીશ તો હું તારા ચહેરા પર એસિડ નાંખી દઈશે. અને સગાઈ નહીં કરે તો તને જાનથી મારી નાંખીશ અને હુૃ પણ મરી જઈશે. આટલુ સાંભળ્યા બાદ રીમા ડરી ગઈ હતી. અને તેણે ફોન કટ કરી નાંખ્યો હતો. તથા કિશનને બ્લોક કરી દીધો હતો.