સગીરાઓના યૌન શોષણનો આરોપી સંપટ શિક્ષક દોષિત ધવલ ત્રિવેદી ઝડપાયો
નવીદિલ્હી, સગીરાઓના યૌન શોષણનો આરોપી લંપટ શિક્ષક દોષિત ધવલ ત્રિવેદી ઝડપાઇ ગયો છે ધવલ ત્રિવેદીની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની આંતરરાષ્ટ્રીય સેલે ધરપકડ કરી છે તેના પર રૂપિયા પાંચ લાખનું ઇનામ હતું ધવસ ત્રિવેદી બે વર્ષ પહેલા ચોટીલાની સગીરાને લઇને નાસુ છુટયો હતો.જાે કે આ યુવતી જુનમાં તેના માતા પિતાના ઘરે પરત આવી હતી જેના પગલે ચોટીલા પોલીસ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઇ)એ યુવતીની પુછપરછ કરી હતી સીબીઆઇએ ધવલ યુવતીને કયાં કયાં લઇ ગયો હતો તે અંગે ઝીણવટપૂર્વકની માહિતી એકઠી કરી હતી ધવલ ત્રિવેદીને ૨૦૧૮માં પડધરીમાંથી ધો.૧૧માં અભ્યાસ કરતી બે સગીરાઓને ભગાડી જઇને દુષ્કર્મ કરવાના આરોપસર આજીવન કેજની સજા ફટકારવામાં આવી હતી ત્યારબાદ ઓગષ્ટ ૨૦૧૮માં ધવલ ત્રિવેદી પેરોલ પર જેલ બહાર આવ્યો હતો અને ચોટીલાની સગીરાને લઇ નાસી છુટયો હતો.જે આજ દિવસ સુધી સીબીઆઇની પકડથી દુર છે.
એક વર્ષ પહેલા હાઇકોર્ટે ત્રિવેદીને મેનિયાક ગણાવી સીબીઆઇને આદેશ કર્યો હતો કે ધવલ ત્રિવેદીને તાકિદે ઝડપી લઇ સગીરાને કોઇ પણ ભોગે બચાવો આ કેસ સીબીઆઇને ટ્રાન્સફર કરવા દરમિયાન ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને ન્યાયમૂર્તિ એ સી રાવે કહ્યું કે સીબીઆઇ માટે આ એક ખુબ પડકારજનક કામ છે પરંતુ સીબીઆઇ આ પ્રકારના પડકારો ઝીલવા માટે જાણીતી છે., આજીવન કારાવાસની સજાના હુકમના ચાર મહિના પછી ધવલે પેરોલ પર છુટવા અરજી કરી જેલમાં સારી ચાલ ચલગતના કારણે તેના પેરોલ મંજુર કરવામાં આવ્યા ત્યારે પોલીસને ખબર ન હતી કે ધવલ ૯મો શિકાર કરવા બહાર આવ્યો ત્યારે તે ચોટીલા ગયો ચોટીલામાં ધર્મેન્દ્ર દવે તરીકે ઓળખ આપીને ૨ દિવસમાં જ એક કલાસિસ સંચાલકને વાકયાતુર્યથી વિશ્વાસમાં લઇ લીધો વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળી જાય એ માટે પોતે કમ્પિટિટિવ પરીક્ષાના કસાસિસ શરૂ કરવા માંગતો હોવાની ઇચ્છા વ્યકત કરીને કલાસિસ સંચાલકને મનાવીલીધા ચાર દિવસમાં ૮-૧૦ વિદ્યાર્થીઓને કલાસ જાેઇન્ટ કરી લીધા હતાં આ એક જ સપ્તાહમાં ૫૬ વર્ષના ધવસે ૧૮ વર્ષીય વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી લીધી ૧૨ ઓગષ્ટે જેલમાં પરત હાજર થવાના આગલા જ દિવસે ધવલએ યુવતીને લઇને રફુચકકર થઇ ગયો.HS