સગીરાને બદકામ કરવાના ઈરાદે હોટલમાં લઈ જનાર બે આરોપી ઝડપાયા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકા નો બહુચર્ચિત સગીરા અપહરણ કેસ ના આરોપી રાજપારડી ગામના મેહુલ પટેલ તથા યુવરાજસિંહ રાજ ની ઉમલ્લા પોલીસ અને તેની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
બનાવની વિગત એવી છે કે ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરા નજીકની માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે.ગત તારીખ? ૧૮ મીના રોજ સગીરાને સવારે શાળાના ગેટ પરથી ફોરવીલ ગાડીમાં રાજારડીનો મેહુલ પટેલ તથા યુવરાજસિંહ રાજ નામનો ઈસમ લઈ ગયો હતો અને સગીરાને પટાવી ફોસલાવી તેની સાથે બદકામ કરવાના ઈરાદે ભરૂચની હોટલમાં લઈ ગયો હતો, સગીરા શાળાએ નહીં જતા શાળા માંથી તેના વાલી પર ફોન ગયો હતો
ત્યારે વાલીઓને ખબર પડી હતી અને શાળાના સીસીટીવી ચેક કરાવતા રાજપારડીના આ બંને ઈસમો તેનું અપહરણ કરી બદકામ કરવાના ઇરાદે ભરૂચની એક હોટલમાં લઈ ગયા હતા.જે સંદર્ભે સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં મેહુલ દિનેશભાઈ પટેલ ઉ.વ ૩૫ તથા યુવરાજસિંહ હરિસિંહ રાજ ઉ.વ ૨૨ બંને રહે.અલકાપુરી સોસાયટી રાજપારડી તા. ઝઘડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સ્થાનિક પોલીસે બંને આરોપીઓને શોધવા માટે ટીમ બનાવી સંયુક્ત કામગીરી કરી હતી, જેમાં ટીમને બાતમી મળી હતી કે આરોપીઓ રાજપારડી ખાતે હાજર છે જેના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બંને આરોપી મેહુલ પટેલ અને યુવરાજસિંહ રાજ મળી આવ્યા હતા, જેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરા જે શાળામાં અભ્યાસ કરે છે તેજ શાળામાં આરોપી મેહુલની દિકરી અભ્યાસ કરે છે. ઝઘડિયા તાલુકાની એક સગીરાને બદકામ? કરવાના ઈરાદે જે શાળાના ગેટ પરથી અપહરણ કરી લઈ ગયા હતા તે જ શાળામાં સગીરાના અપહરણના આરોપી મેહુલ દિનેશભાઈ પટેલ ઉ.વ ૩૫ની દિકરી પણ અભ્યાસ કરતી હોવાના અહેવાલ મળી રહ્યા છે.