Western Times News

Gujarati News

સગીરાને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવતાં અડધી રાત્રે બોયફ્રેન્ડ સાથે જવાની જીદ પકડી

યુવક વિધર્મી હોવાની છ મહિને જાણ થઈઃ અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલીંગ કર્યુ

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં વધુ એક વખત લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગીરાને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. જાે કે સગીરાને તેની જાણ થઈ ગયા બાદ પણ યુવક સાથે જવાની જીદ કરતાં માતાએ છેવટે મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યાે હતો.

ગીતામંદિર ખાતે ગલ્લો ધરાવી પરીવારનું ગુજરાન ચલાવતી મહિલાએ અભયમને ફોન કરી પોતાની સગીર દીકરી મધરાતે તેનાં બોયફ્રેન્ડ ઈમરાન સાથે જવાની જીદ પકડી હોવાનું કહ્યું હતું.

જેને પગલે અભયમની ટીમ તેમનાં ઘરે પહોંચીને સગીરાનું કાઉન્સેલીંગ કરતાં તેણે પોતે કોલેજમાં ભણે છે અને છેલ્લાં ૩ વર્ષથી ઈમરાન નામનાં યુવાન સાથે સંબંધ હોવાનું કહ્યું હતું.

તેનાં જણાવ્યાનુસાર પાનનાં ગલ્લા ઉપર સગીરા પણ ક્યારેક બેસતી હતી. ત્યારે ગીતામંદિર નકશી કામની દુકાનોમાં નોકરી કરતા હતો. અને ગલ્લા ઉપર અવાર નવાર આવતો હતો. આ દરમિયાન બંને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થયા બાદ મુલાકાતો વધી હતી. જેમાં છ મહિના બાદ તે વિધર્મી હોવાની સગીરાને જાણ થઈ હતી. તેમ છતાં પોતે તેનાં વગર રહી ન શકતી નથી અને ઈમરાનનો પરીવાર પણ તેને અપનાવવા તૈયાર છે.

જાે કે સગીરાની માતાએ પોતાની એકની એક દીકરી લવ જેહાદનાં ટ્રેન્ડનો ભોગ બની છે અને કશું જ સાંભળવા તૈયાર નથી તેમ કહેતાં મહિલા હેલ્પલાઈનની ટીમે માતા પુત્રીનું કાઉન્સેલીંગ કર્યા બાદ બંનેને કાયદાની સમજણ આપી હતી અને સગીરાની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.