સગીરા ગેંગ રેપમાં ભાજપના કાઉન્સિલરના પુત્રની ધરપકડ
અમદાવાદ, જિલ્લાના ધોળકાના તાલુકાના ખાનપુર ગામે ૧૫ વર્ષની સગીરા પર થયેલા ગેંગરેપ મામલે પોલીસે વઘુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તે ધોળકા નગર પાલિકાના ભાજપના મહિલા મ્યુનિસિપલ કાઉન્સિલર નર્મદાબેન ઠાકોરનો દીકરો છે.
આ ગેંગરેપ કેસમાં પોલીસે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળનો ગુનો દાખલ કર્યો છે. તો બીજી તરફ, પીડિતાના પરિવારે આરોપીઓને કડકમાં કડક સજા થાય એવી માંગણી પણ કરી છે.
બનાવની વિગત એવી છે કે, ખાનપુર ગામમાં ૧૫ વર્ષની સગીરા સાથે ગેંગરેપની ઘટના બની હતી. પોલીસ ફરિયાદ મુજબ, આઠ આરોપીઓ ૧૫ વર્ષની સગીરાને ફોસલાવીને બાઈક પર બેસાડીને ખાનપુર પાસે આવેલા એક ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં આ આઠેય નરાધમોએ સગીરા પર ગેંગરેપ આચર્યો હતો.
ગેંગરેપ આચર્યા પછી આઠેય નરાધમો સગીરાને ઘરે મૂકીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર ધોળકા વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. પીડિતાએ ઘરે આવીને આ કરતૂતની જાણ પોતાના માતા-પિતાને કરી હતી. જે બાદ ધોળકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આઠેય નરાધમ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
ગેંગરેપની ઘટના બાદ પીડિતાને સારવાર માટે હોસ્પટિલમાં ખસેડવામાં આવી હતી. સાથે જ ધોળકા પોલીસે એફએસએલની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ખાનપુર પાસે ૧૫ વર્ષની સગીરાને લઈ જઈ અજય પરષોત્તમ ઠાકોર, કેતન રમેશ ઠાકોર, લાલા કનુભાઈ ઠાકોર, સુનિલ વિજય ઠાકોર, મહેશ ઉર્ફે ભુવાજી વેણીરામ કોળી પટેલ સહિના આરોપીઓએ વારાફરતી સગીરા પર ગેંગરેપ કર્યો હતો.
આરોપીઓમાં શિવરાજ ઠાકોર, પ્રકાશ સદાજી ઠાકોર અને અર્જુન દુદણાનીનો પણ સમાવેશ છે. ગેંગરેપ આચર્યા બાદ નરાધમો સગીરાને ઘેર મૂકીને ફરાર થઈ ગયા હતા. જે બાદ પોલીસે પણ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે આઠેય નરાધમો વિરૂદ્ધ ગુનો નોંધીને તેઓને ઝડપી પડ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે ધોળકા નગર પાલિકાના ભાજપના મહિલા મ્યુનિસિપલ કાઉન્સિલર નર્મદાબેન ઠાકોરના પુત્રની પણ ધરપકડ કરી છે.SSS