Western Times News

Gujarati News

સઘન સુરક્ષા વચ્ચે વધુ ૫૧૨૪ શ્રદ્ધાળુ દર્શન કરવા માટે રવાના

જમ્મુ : વાર્ષિક અમરનાથ અભૂતપૂર્વ ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં જારી રહી છે. યાજ્ઞા માર્ગ હાલમાં સાનુકુલ હોવાના કારણે તમામ શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. અમરનાથ યાત્રા પહેલી જુલાઇના દિવસે શરૂ કરવામાં આવ્યા બાદથી હજુ સુધી ૬૭૦૦૦થી વધારે શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. કાશ્મીર ખીણ માટે બે એસ્કોર્ટ કાફલામાં તમામ શ્રદ્ધાળુઓ ભગવતીનગર યાત્રી નિવાસ ખાતેથી રવાના થયા હતા.

ખીણ માટે આ તમામ શ્રદ્ધાળુઓ રવાના કરવામાં આવ્યા હતા. પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદ દર્શન કરવા માટે જારદાર પડાપડી જાવા મળી રહી છે. બલતાલ બેઝ કેમ્પ માટે વહેલી પરોઢે ત્રણ વાગ્યા પ્રથમ કાફલો રવાનો થયો હતો. પ્રથમ કાફલામાં ૧૯૯૪ શ્રદ્ધાળુઓ હતા.

જ્યારે બીજા કાફલામાં ૩૧૩૦ શ્રદ્ધાળુઓ પહલગામ બેઝ કેમ્પ માટે રવાના કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગે કહ્યુ છે કે કેટલાક સ્થળ પર યાત્રા માર્ગ પર વરસાદ થઇ શકે છે. બંને કેમ્પ ખાતે હેલિકોપ્ટર સેવા પણ હજુ જારી છે. અમરનાથ યાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વખતે ૪૦ હજારથી વધારે સુરક્ષા જવાનો તૈનાત કરવામા ંઆવ્યાછે. હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે.

દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે.આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનોને પણ શ્રદ્ધાળુઓની સાથે રખાયા છે. અમરનાથ યાત્રા પહેલી જુલાઈના દિવસે શરૂ થયા બાદ ૧૫મી ઓગસ્ટ સુધી ચાલશે. એટલે કે ૪૫ દિવસ સુધી અમરનાથ યાત્રા ચાલશે.

આ વખતે અમરનાથ યાત્રાને સાનુકુળરીતે પાર પાડવા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમરનાથ યાત્રામાં ત્રાસવાદી હુમલાનો ભય હોવા છતાં શ્રદ્ધાળુઓમાં કોઇ દહેશત દેખાઈ રહી નથી. ૪૦૦૦૦ જેટલા જવાનો તૈનાત કરાયા છે.અમરનાથ યાત્રા જવા ઈચ્છુક લોકો દેશના જુદા જુદા હિસ્સામાંથી સરળતાથી પહોંચી શકે છે. વિમાની માર્ગે, ટ્રેન મારફતે પણ પહોંચી શકાય છે. પહેલગામ અથવા બાલતાલ સુધી કોઈપણ વાહનથી પહોંચી શકાય છે

પરંતુ ત્યારબાદ ચાલતા જવાનું હોય છે. બાલતાલ અને પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે રસ્તાઓ છે. આ બનંને રસ્તા શ્રીનગરથી ખૂબ સારી રીતે જાડાયેલા છે. મોટાભાગે શ્રદ્ધાળુ શ્રીનગરથી પોતાની યાત્રા શરૂ કરે છે. પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા ૪૮ કિલોમીટરના અંતરે છે જ્યારે બાલતાલથી પવિત્ર ગુફા ૧૪ કિલોમીટરના અંતરે છે. બાલતાલ રૂટથી અમરનાથ ગુફા સુધી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાય છે

પરંતુ આ રસ્તો ખૂબ જ મુશ્કેલરૂપ છે. જેથી મોટી વયના લોકો આ રૂટનો ઉપયોગ કરી શકતા નથી. પહેલગામ અમરનાથ માટે ઐતિહાસિક અને જુના માર્ગ તરીકે છે. આ રૂટથી ગુફા સુધી પહોંચવા ત્રણ દિવસ લાગે છે. અમરનાથ યાત્રાને લઈને સરકારની ગંભીરતાનો અંદાજ આનાથી જ લગાવી શકાય છે કે આ વખતે અમરનાથ યાત્રા પહેલા નવી સરકારમાં ગૃહમંત્રી બનેલા અમિત શાહ તૈયારીઓ અને સુરક્ષા પાસાની સમીક્ષા કરી ચુક્યા છે.

અમરનાથ યાત્રા દરમિયાન કોઇપણ બનાવ ન બને તે માટે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે. આ વખતે યાત્રાના રુટ ઉપર અર્ધલશ્કરી દળોની ૨૦૧૩થી વધુ વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવનાર છે. યાત્રાની શરૂઆત પહેલા જ સુરક્ષા પાસાઓ ઉપર જાણકારી મેળવવા અમિત શાહ પહોંચ્યા હતા. તેઓએ બેઠક યોજી હતી. તમામ સુરક્ષા પાસાઓની ચકાસણી કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.