સચિનના કારણે હાથમાંથી નીકળી ગઈ કેપ્ટન બનવાની તક ! યુવરાજનો ચોંકાવનારો ખુલાસો
મુંબઇ, યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયાના સ્ટાઇલિસ્ટ ક્રિકેટરોમાંનો એક હતો, જે એક સમયે પોતાની સારા ફોર્મના કારણે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ માટે સૌથી મોટો દાવેદાર માનવામાં આવતો હતો. યુવરાજસિંહ હવે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, આખરે કઈ રીતે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના કારણે તેના હાથમાંથી કેપ્ટન બનવાની તક નીકળી ગઈ.
યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યૂમાં કર્યો સંજય માંજરેકરની સામે પોતાને કેપ્ટનશીપ નહીં મળવાના મોટા કારણનો ખુલાસો. યુવરાજ સિંહે જણાવ્યું કે ગ્રેગ ચૈપલ વિવાદમાં સચિન તેંડુલકરનો સાથ આપવાના કારણે તેને ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ નહીં મળી શકી હતી.
BCCIના ઘણા પદાધિકારીઓને યુવરાજસિંહની આ વાત પસંદ નહી આવી અને આ સિવાય તેને વાઇસ કેપ્ટનશીપમાંથી પણ હાથ ધોવા પડ્યા.
યુવરાજ સિંહે કહ્યું હું કેપ્ટન બનવા ઇચ્છતો હતો, પછી ગ્રેગ ચૈપલ અને સચિન તેંડુલકરની વચ્ચે વિવાદ થયો, જેમાં મેં સચિનનો સાથ આપ્યો. BCCIના ઘણા અધિકારીઓને આ વાત પસંદ નહિ આવી. મેં એવું સાંભળ્યું હતું કે તેઓ કોઈને પણ કેપ્ટન બનાવવા માટે તૈયાર છે પરંતુ મને નહીં.
યુવરાજ સિંહે કહ્યું કે ૨૦૦૭ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં વીરેન્દ્ર સેહવાગ જેવા સિનિયર ખેલાડી ટીમમાં નહીં હતા. હું તે દરમિયાન વન-ડે ટીમનો વાઈસ કેપ્ટન હતો અને રાહુલ દ્રવિડ કેપ્ટન હતો. વનડે ટીમનો વાઈસ કેપ્ટન હોવાના કારણે મને લાગ્યું હતું કે હું કેપ્ટન બનીશ. પરંતુ અચાનક મને વાઈસ કેપ્ટન પદ પરથી પણ ખસેડી દેવામાં આવ્યો. ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડકપ માટે અચાનક જ મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટન બનાવી દેવામાં આવ્યો.
યુવરાજસિંહે આગળ જણાવ્યું કે ભલે આ ર્નિણય મારા વિરુદ્ધમાં ગયો, પરંતુ મને એનો કોઈ અફસોસ નથી. આજે પણ જાે એવી પરિસ્થિતિ હોય તો હું પોતાની ટીમના સીનિયર ખેલાડીની સાથે ઉભો રહેતે. અહીં તમને જણાવી દઈએ કે, યુવરાજસિંહ ભલે કેપ્ટન નહીં બની શક્યો પરંતુ તેણે ટીમ ઇન્ડિયાને ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૧ વનડે વર્લ્ડ કપ જીતાડવામાં મોટો ભાગ ભજવ્યો છે.HS