સચિન તેંડુલકરે આપી ICC ને સલાહ
નવી દિલ્હી: પૂર્વ ભારતીય દિગ્ગજ બૅટ્સમેન સચિન તેંડુલકરે વિશ્વ ક્રિકેટ માટે એક મહત્વની સલાહ આપી છે. સચિન તેંડુલકરની આ સલાહ ખેલાડીઓને પણ ગમશે એવી છે, પણ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસી અને મેરિલબોન ક્રિકેટ ક્લબ એટલે કે એમસીસી આ બાબતે વિચાર કરે એ શક્ય લાગતું નથી, કારણકે સચિન તેંડુલકરે એ દલીલ કરી છે કે ન્મ્ઉનો નિર્ણય ફક્ત અને ફક્ત થવો જાેઇએ.
શનિવારે મહાન બૅટ્સમેન સચિન તેંડુલકરે કહ્યું કે જાે ડીઆરએસ (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ) પ્રમાણે બાૅલ સ્ટમ્પ પર લાગે છે તો મેદાનના અમ્પાયરના નિર્ણય વિશે ન વિચારવું જાેઈએ. તેમણે આગળ કહ્યું કે જાે શૂન્ય ટકા બાૅલ પણ સ્ટમ્પ પર લાગી રહ્યો છે તો એ અર્થહિન છે. જાે ડીઆરએસ બતાવે છે કે બાૅલ સ્ટમ્પ પર લાગ્યો છે તો આઉટ આપવું જાેઇએ. ત્યારે મેદાનના અમ્પાયરનો નિર્ણય અર્થહિન રહે છે.
સચિન સ્પષ્ટપણે માને છે કે, ન્મ્ઉનો નિર્ણય થર્ડ અમ્પાયરનો જ હોવો જાેઇએ.
હકીકતે, ઘણીવાર જ્યારે કૅપ્ટન કે બૅટ્સમેન ડીઆરએસ માટે કાૅલ કરે છે અને અમ્પાયરે કોઈ ખેલાડીને ન્મ્ઉ આપી દીધું છે અને ટેક્નોલાૅજી દ્વારા જાેવામાં આવે છે કે બાૅલ સ્ટમ્પને અડીને બહાર થઈને જઇ રહ્યો છે તો અમ્પાયરનો નિર્ણય માન્ય થાય છે, પણ જાે અમ્પાયર ખેલાડીને આઉટ ન આપે તો પછી નિર્ણય નાૅટ આઉટ હોય છે.
જણાવવાનું કે પોતે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પોતાના કરિઅરમાં અનેક વાર ન્મ્ઉના ખોટાં નિર્ણયોના શિકાર થયા હતા, જાે કે, તે સમયે આ પ્રકારની ટેક્નિક નહોતી,પણ હવે જ્યારે બધાં પાસે આ ટેક્નિક છે તો પછી આનો ઉપયોગ થવો જાેઈએ. ફક્ત સચિન જ નહીં, પણ તમામ પૂર્વ ક્રિકેટર પણ આ દલીલ આપી ચૂક્યા છે કે ન્મ્ઉના નિયમમાં અમુક ફેરફાર થવા જાેઈએ.