સચિન પાયલોટની પ્રિયંકા ગાંધી સાથે ફોન પર વાતચીત થઈ,પાયલોટ દિલ્હી જશે

નવીદિલ્હી: રાજસ્થાનમાં સચિન પાયલોટ અને તેમના ગ્રુપની નારાજગીને લઈને રાજકારણમાં ગરમાયું છે. પાયલોટ ગત વર્ષે તેમને કરવામાં આવેલા વાયદાઓ ૧૦ મહિના પછી પણ પૂરા થયા ન હોવાને પગલે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. આ દરમિયાન પાયલોટ કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીના સીધા જ સંપર્કમાં છે. એમ કહેવાઈ રહ્યું છે કે ગત મોડી રાતે તેમની ફોન પર પર પ્રિયંકા સાથે વાત થઈ છે. વાતચીત તો જાણવા ન મળી, પરંતુ એમ કહેવાઈ રહ્યું કે પાયલોટે તેની વાત પ્રિયંકાને કહી દીધી છે.
પાયલોટ દિલ્હીમાં કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી અજય માકન અને સંગઠનના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલ સાથે મુલાકાત કરી શકે છે. આ બંને નેતા જ પાયલોટના મુદ્દાને લઈને ગત વર્ષે બનાવવામાં આવેલી કમિટીમાં સામેલ છે. જાેકે આ કમિટીનો રિપોર્ટ ૧૦ મહિના પછી પણ આવ્યો નથી અને પાયલોટની નારાજગી હાલ પણ છેે.
સચિન પાયલોટે આશોક ગેહલોત સરકાર સામે નારાજગી જાહેર કરી છે. જાેકે એ સંકેત પણ આપ્યા છે કે તે કોંગ્રેસમાં રહીને જ સંઘર્ષ કરશે. રાજકીય એક્સપર્ટનું કહેવું છે કે પાયલોટની મુખ્ય લડાઈ કોંગ્રેસ સાથે નહિ, પરંતુ અશોક ગેહલોત સાથે છે. આ બંનેની વચ્ચે સત્તાનો સંઘર્ષ આગળ પણ ચાલુ રહેશે.
સચિન પાયલોટ જયપુરમાં મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસના દેખાવમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતની વિરુદ્ધ સતત અભિયાન ચલાવ્યું છે. તેઓ કોંગ્રેસના તમામ કાર્યક્રમમાં સતત ભાગ લઈ રહ્યા છે, એની પાછળ સતત સક્રિય રહેવાની રણનીતિ છે.કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાવાના સવાલ પર પાયલોટે કહ્યુ હતુ કે, ભાજપના નેતા રિતા બહુગુણાએ જાે એવુ કહ્યુ હોય કે મારે સચિન સાથે વાત થઈ છે તો તે સચિન હું નહીં પણ કદાચ સચિન તેંડુલકર હશે. રિતા બહુગુણાએ સચિન તેંડુલકર સાથે વાત કરી હશે. મારી સાથે વાત કરવાની હિંમત રિતા બહુગુણામાં નથી.
જાેકે પાયલોટ ભાજપમાં સામેલ થશે તેવી ચર્ચા આ પહેલા પણ અનેક વખત થઈ છે અને દરેક વખતે તેમણે આ પ્રકારની અટકળોને રદિયો આપ્યો છે. દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી નારાજ સચિન પાયલોટને મળીને તેમને મનાવશે તેવી પણ માહિતી જાણવા મળી છે.
કોંગ્રેસ પેટ્રોલ ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારા સામે દેશ વ્યાપી દેખાવો કરી રહી છે. જેમાં સચિન પાયલોટ પણ સામેલ થયા હતા. તેમણે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર અહંકારી છે. આખા દેશમાં કોંગ્રેસની ઝૂંબેશનો પ્રભાવ પડશે. સરકાર આખ કાન બંધ કરીને બેઠી છે પણ તેમણે ભાવ ઘટાડવા પડશે.
પોતાના વિસ્તારમાં વિકાસના ભેદભાવ સહિત બીજા મુદ્દાઓ પર નારાજ થઈને રાજીનામું આપીને ધારાસભ્ય હેમારામ ચૌધરી ગુરુવાર રાતે જયપુર પહોંચ્યા હતા. શુક્રવારે તેઓ સચિન પાયલોટને મળ્યા હતા. હેમારામ ચૌધરી પાયલોટના સમર્થક છે. હેમારામનું કહેવું છે કે હું રાજીનામું આપી ચૂક્યો છું. અધ્યક્ષ જ્યારે પણ મને બોલાવશે ત્યારે હું તેમની સમક્ષ હાજર થઈશ. રાજીનામા પર ર્નિણય અધ્યક્ષે કરવાનો છે.