સચિન બંસલના નવી મ્યુચ્યુઅલ ફંડે સૌથી ઓછા ખર્ચ રેશિયો સાથે નવી નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ લોંચ કર્યું,
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Navi-General-Insurance.jpg)
એનએફઓ હવે ઓપન એનએફઓ 3 જુલાઈ, 2021ના રોજ ખુલ્યો અને 12 જુલાઈ, 2021ના રોજ બંધ થશે
બેંગાલુરુ, સચિન બંસલના બીએફએસઆઈ ગ્રૂપ નવીની કંપની નવી મ્યુચ્યુઅલ ફંડે ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ નવી નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમ નિફ્ટી 50 ઇન્ડેક્સનું રેપ્લિકેશન કરશે અને એ પણ પેસિવ ફંડ કેટેગરીમાં અન્ય કોઈ પણ ઇન્ડેક્સ સ્કીમની સરખામણીમાં સૌથી ઓછા ખર્ચે. આ દિવસનો એનએફઓ 3 જુલાઈ, 2021ના રોજ ખુલ્યો છે અને 12 જુલાઈ, 2021ના રોજ સબસ્ક્રિપ્શન માટે બંધ થશે.
સ્કીમના રોકાણનો ઉદ્દેશ નિફ્ટી 50 ઇન્ડેક્સને સમાવતી કંપનીઓના સ્ટોકમાં રોકાણ કરીને નિફ્ટી 50 ઇન્ડેક્સને સમકક્ષ વળતર હાંસલ કરવાનો છે, જે ટ્રેકિંગ ખામીને આધિન છે.
ફંડ એના ડાયરેક્ટ પ્લાન ઓફર માટે 0.06 ટકા ખર્ચ રેશિયો ચાર્જ કરશે એવી યોજના છે, જે અત્યાર સુધી ઇન્ડેક્સ સ્કીમ કેટેગરીમાં સૌથી ઓછો છે. ઇન્ડેક્સ ફંડ્સ માટે કેટેગરીમાં સરેરાશ ખર્ચનો રેશિયો 0.25 ટકા છે અને હાલ ઘણા ઇન્ડેક્સ ફંડ્સ 0.15 ટકાથી 0.20 ટકાની રેન્જમાં ચાર્જ લે છે. નવીની નવી સ્કીમ એવા રોકાણકારો માટે અનુકૂળ છે, જેઓ લાંબા ગાળે મૂડીસંવર્ધન કરવા, નિફ્ટી 50 ઇન્ડેક્સ દ્વારા આવરી લેવાયેલી સીક્યોરિટીઝમાં રોકાણ કરવા અને માર્કેટ લીડર્સની વૃદ્ધિનો લાભ લેવા ઇચ્છે છે.
નવા ફંડ પર નવી એએમસી લિમિટેડના એમડી અને સીઇઓ સૌરભ જૈને ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “તમામ ફંડ પ્રોફેશનલ પોર્ટફોલિયો મેનેજર્સ ધરાવે છે. ઇન્ડેક્સ ફંડ સાથે રોકાણકારોને પસંદગીના સ્ટોકમાં કુશળતા મેળવવા માટે વધારે ચાર્જ ચુકવવાની જરૂર નથી. જ્યારે રોકાણકારને સાચો લાભ ખર્ચના ઓછા રેશિયોને છે, ત્યારે ઇન્ડેક્સ ફંડ્સ દ્વારા ગુણવત્તાયુક્ત પ્રોફેશનલ પોર્ટફોલિયો મેનેજમેન્ટનો લાભ મળશે. અમારા પાર્ટનર્સ સાથે કામ કરવાથી અને અમારા ટેકનોલોજી બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરીને નવીને ડાયરેક્ટ પ્લાન ઓફર માટે ખર્ચને 0.06 ટકા રાખવામાં સફળતા મળી છે, જે આજ સુધી ઇન્ડેક્સ સ્કીમ્સની કેટેગરીમાં સૌથી ઓછો છે. અમારો લક્ષ્યાંક ઓછામાં ઓછા ખર્ચે રોકાણકારોને રોકાણની તક પ્રદાન કરવાની છે.”
જ્યારે ઘણી એએમસીએ તેમના ખર્ચના રેશિયોમાં તીવ્ર વધારો કર્યો છે, ત્યારે આ ઓછો ખર્ચ ધરાવતું ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત થયું છે. જોગાનુજોગે અમેરિકન બજારોમાં પેસિવ ફંડ્સમાં ઊંચી વૃદ્ધિ જોવા મળે છે, એયુએમનો આશરે 40 ટકા હિસ્સો પેસિવ ફંડનો છે અને સૌથી મોટી અમેરિકન એએમસી વેનગાર્ડ ઓછો ખર્ચ ધરાવતા રોકાણના વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.