Western Times News

Gujarati News

સચિન તેંડુલકર રીટાયર્ડ થયા પછી પણ કરોડોમાં રમે છે

સચિનને ક્રિકેટમાંથી નિવૃતિ લીધા પછી BCCI દ્વારા દર મહિને ૫૦ હજાર રૂપિયા પેન્શન તરીકે મળે છે

નવી દિલ્હી: સચિન તેંડુલકર આ નામ સામે આવે એટલે આંખોની સામે ૫ ફૂટ ૫ ઈંચનો, કર્લી વાળવાળો વ્યક્તિ સામે તરી આવે. સચિન તેંડુલકરે પોતાની ૨૪ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. ક્રિકેટના મેદાન સિવાય જાહેરખબરની દુનિયામાં તેમનો ડંકો વાગ્યો અને આજે પણ તે યથાવત છે. ૨૦૧૩માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનારા સચિન આજે પણ દુનિયાના સૌથી અમીર એથ્લેટમાંથી એક છે.

દેશ અને વિદેશની અનેક બ્રાંડની સાથે સચિનના કરાર છે. માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાતા સચિન તેંડુલકરની ૨૦૨૦ની કુલ સંપત્તિ લગભગ ૮૩૪ કરોડ રૂપિયા હતી અને તેમાં વધારો થઈ રહ્યો છે. તેમની કુલ સંપત્તિનો એક મોટો ભાગ ક્રિકેટમાંથી આવ્યો, જ્યારે તેમણે રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને નફો મેળવ્યો. આ વિશાળ આંકડો સાબિત કરે છે કે તેંડુલકર હજુ પણ દેશની સૌથી મોટી બ્રાંડમાંથી એક છે અને ક્રિકેટની પીચ પર પોતાની સિદ્ધિઓનો તેમને ફાયદો મળી રહ્યો છે.

સચિન કોકા કોલા, એડિડાસ, બીએમડબલ્યૂ ઈન્ડિયા, તોશિબા, જિલેટ અને અનેક જાણીતી બ્રાંડ સાથે જાેડાયેલો રહ્યા. એવું માનવામાં આવે છે કે તેંડુલકરે એકલા કોકા કોલાની સાથે કરારથી ૨૦૧૧-૨૦૧૩ની વચ્ચે ૧.૨૫ મિલિયન ડોલરની કમાણી કરી. સચિન આ દરમિયાન ક્રિકેટમાં એક્ટિવ હતા અને બ્રાંડ એન્ડોર્સમેન્ટથી ૬૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ક્રિકેટમાંથી નિવૃતિ લીધા પછી બીસીસીઆઈને દર મહિને ૫૦ હજાર રૂપિયા પેન્શનલ તરીકે મળે છે. તેંડુલકરને સર્વોચ્ય સન્માન ભારત રત્ન પણ મળી ચૂક્યો છે. અને તેનાથી દર મહિને પેન્શન તરીકે તેમને સારી રકમ મળે છે. એટલું જ નહીં તેંડુલકરને પદ્મ વિભૂષણ, પદ્મ શ્રી, અર્જુન એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. સચિન આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી ચૂક્યા છે અને જાેકે તે આઈકોનના રૂપમાં ફ્રેન્ચાઈઝીનો ભાગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.