સચિન વાઝેએ સ્કોર્પિયો ચોરીનો કડક પ્લાન કર્યો હતો

વાઝેએ અંબાણીના ઘર બહાર પાર્ક કારની ચેચિસ બધાનું ધ્યાન રાખ્યું હતું, પણ કાચ પર ધ્યાન ના ગયું અને પકડાયો
મુંબઈ, મુંકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર મુકેલી જિલેટિન ભરેલી સ્કોર્પિયોના કેસમાં સચિવ વાઝે પોલીસના હાથમાં આવ્યા. વાઝેએ આ કેસમાં બચવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. જેમાં સ્કોર્પિયો કારની નંબર પ્લેટની સાથે ચેચિસ નંબર પર કઢાવી નાખ્યો હતો.
આમ છતાં પોલીસ સ્કોર્પિયોના મૂળ માલિક સુધી પહોંચવામાં સફળ થઈ જ ગઈ. કહેવાય છે કે ગુનેગાર ભલે ગમે તેટલો ચાલાક હોય પણ તે કોઈને કોઈ પૂરાવા છોડીને જ જતો હોય છે. સ્કોર્પિયો કેસમાં પણ આવું જ થયું અને વાઝેનો ભાંડો ફૂટી ગયો.
આ કેસની તપાસ કરતા એક અધિકારીએ જણાવ્યું કે, ૨૫ ફેબ્રુઆરીની મોડી સાંજે ગાડીમાં જિલેટિન રાખવામાં આવ્યું હોવાની વાત સામે આવી હતી, આ પછી બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ તપાસ માટે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, સ્કોર્પિયોને મુકેશ અંબાણીના ઘરેથી હટાવીને યલો ગેટ પોલીસ પોતાના પરિસરમાં લઈ ગઈ હતી.
જ્યાં ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસની અલગ-અલગ ટીમ પહોંચી હતી. જેમાંથી એક અધિકારીની નજર સ્કોર્પિયોના કાચ પર પડી. જેમાં બહુ જ નાના અક્ષરમાં કારનો નંબર લખ્યો હતો. આ અધિકારીએ તેનો ફોટો લીધો અને પછી સિસ્ટમમાં જઈને માલિકની ડિટેલ કાઢી.
જાણવા મળ્યું કે કાર ડૉક્ટર પીટર ન્યુટનના નામે રજિસ્ટર્ડ છે. જ્યારે તેમના સુધી તપાસ ટીમ પહોંચી તો, કહેવામાં આવ્યું કે રુપિયાની લેવડ-દેવડ મામલે આ ગાડી પાછલા ત્રણ વર્ષથી હિરેન મનસુખ પાસે હતી. પછી મનસુખનો સંપર્ક કરવામાં આવ્યો, તો તો જણાવ્યું કે ૧૭ ફેબ્રુઆરીએ વિક્રોલીથી કાર ચોરી થઈ હતી અને તે અંગે વિક્રોલી પોલીસ સ્ટેશનમાં ૧૮ ફેબ્રુઆરીએ ફરિયાદ નોંધાવી હતી.
આ પછી તપાસ ટીમ વિક્રોલી પહોંચી અને ફરિયાદ લેનાર સબ ઈન્સ્પેક્ટર, તે સમયના ડ્યુટી અધિકારી તમામની પૂછપરછ કરવામાં આવી. પરંતુ વિક્રોલી પોલીસ કરતા કાર પર મુખ્ય મુદ્દો કેન્દ્રીત રાખીએ. હિરેન મનસુખના પરિવારવાળાનું કહેવું છે કે આ સ્કોર્પિયો સચિન વાઝે પાસે નવેમ્બરથી ૫ ફેબ્રુઆરી સુધી હતી.
મનસુખના પરિવારવાળાનું એ પણ કહેવું છે કે મનસુખ પોતે પણ યુઝ કરી રહ્યો હતો. પરંતુ કમાલની વાત એ છે કે ના તો મનસુખને ત્રણ વર્ષમાં અને સચિન વાઝેને ચાર મહિનામાં સ્કોર્પિયોના કાચ પર નાના અક્ષરોમાં લખેલો મૂળ નંબર વંચાયો. વાઝેએ કારની આગળ-પાછળ ખોટી નંબર પ્લેટ લગાવી લીધી પરંતુ કાચ પર લખેલો મૂળ નંબર મોટો પુરાવો રહી ગયો.