Western Times News

Gujarati News

સચિવાલયના ૧૦૦થી વધુ તાલીમાર્થીઓએ અર્બન હોર્ટીકલ્ચરના મહત્વ અને અગત્યતા સહિતના વિવિધ વિષયોની તાલીમ મેળવી

અર્બન હોર્ટીકલ્ચરમાં પ્રાકૃતિક પદ્ધતિના સમન્વય માટે જીવામૃત, ઘન જીવામૃત અને મલ્ચીંગ જેવા પ્રાકૃતિક કૃષિના આયામો અંગે પણ તાલીમ અપાઈ

ગુજરાતમાં અર્બન હોર્ટીકલ્ચર અને કિચન ગાર્ડનને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ સચિવાલયના અધિકારી-કર્મચારીઓ માટે બાગાયત નિયામકની કચેરી દ્વારા બે દિવસીય અર્બન હોર્ટીકલ્ચર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં આશરે ૧૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓએ અર્બન હોર્ટીકલ્ચરપ્લગ નર્સરી@હોમ અને કિચન ગાર્ડનની તાલીમ મેળવી હતી.

આ બે દિવસીય તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને અર્બન હોર્ટીકલ્ચરના મહત્વ અને અગત્યતાનવા સચિવાલય ઇકો ક્લબઆદર્શ કિચન ગાર્ડન આયોજન અને વ્યવસ્થાપનહાઈડ્રોપોનીક્સ પરિચય અને વ્યવસ્થાપનમાઈક્રોગ્રીન્સ નિદર્શન અને મહત્વ તેમજ ટેરરીયમના વિવિધ આયામો અંગે વિષય નિષ્ણાતો દ્વારા સવિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બાગાયત નિયામકશ્રીએ પણ આ તાલીમમાં ઉપસ્થિત રહીતાલીમાર્થીઓને અર્બન હોર્ટીકલ્ચર સહિતના વિષયો પર અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું.

કિચન ગાર્ડન અને અર્બન હોર્ટીકલ્ચરમાં પ્રાકૃતિક કૃષિનો સમન્વય કરવા માટે પ્રાકૃતિક પદ્ધતિઓજીવામૃતબીજામૃતઘન જીવામૃત અને મલ્ચીંગ જેવા પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અને પદ્ધતિઓ અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. આ સાથે જ તાલીમાર્થીઓને કેપિટલ નર્સરીસેક્ટર-૮ ખાતે કિચન ગાર્ડનની પ્રેક્ટીકલ તાલીમ પણ આપવામાં આવી હતી.

આ ઉપરાંત તાલીમાર્થીઓને વિવિધ સાધનોના ઉપયોગકમ્પોસ્ટ બનાવવાની રીતકુંડા ભરવા અને મીડિયા તૈયાર કરવાઋતુવાર પાક પસંદગી અને તેની વાવેતર પદ્ધતિ તેમજ રોગ અને જીવાત નિયંત્રણ અંગે પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી. બે દિવસીય તાલીમના અંતે તાલીમાર્થીઓને બાગાયત નિયામકની કચેરી દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.