સચિવાલયમાં માસ્ક નહીં પહેરનારા સામે એક્શન
ગૃહ વિભાગમાં ૭ કર્મી માસ્ક વગર મળતા દંડની નોટિસો -ફરજિયાત માસ્કના અમલ માટે સરપ્રાઈઝ ચેકીંગ શરૂ
ગાંધીનગર, સચિવાયલમાં ફરજિયાત માસ્કના અમલ માટે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ થયું છે. બ્લોક નંબર-રમાં આવેલા ગૃહ વિભાગમાં શુક્રવારે સરપ્રાઈઝ ચેકિંગમાં ૭ અધિકારી-કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર મળતા એ તમામને રૂ. ર૦૦નો દંડ સબબ નોટિસો ફટકારવાનો પહેલો કિસ્સો બહાર આવ્યો છે.
ગૃહ વિભાગના અધિક સચિવ નિખિલ ભટ્ટની સહીથી પ્રસિધ્ધ થયેલી એક યાદીમાં જણાવાયું છે કે વિભાગના ફરજ બજાવતા ન્રણ નાયબ સેક્શન અધિકારી, એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર, બે પોલીસ કોન્સ્ટેબલ અને એક ઓફિસ આસિસ્ટન્ટ શુક્રવારે બપોરે ૩-૩૦ કલાકે ઓફિસમાં માસ્ક વગર જાવા મળ્યા હતા. ગૃહવિભાગની અનેક શાખાઓમાં થયેલા અચાનક ચેકિંગમાં માસ્ક વગર જાવા મળેલા આ સાતેયની સામે સરકારની સૂચનાનો ભંગ અને માસ્ક ન પહેરવા બદલ રૂ. ર૦૦ નો દંડ શા માટે ન કરવો ? તેંવી નોટિસ આપવામાં આવી છે. જેનો બચાવ એક દિવસમાં લેખિતમાં મોકલવા અન્યથા સૂચનાના ભંગ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. સોમવારથી સચિવાલયમાં રાબેતા મુજબનું કામકાજ શરૂ થવાનું છે ત્યારે આવી નોટિસો છૂટતા હોહા મચી છે.