સચિવાલય સંકુલમાં બાજ નજર માટે વધુ ૧ર૦ કેમેરા લગાવાશે
અમદાવાદ, મહત્વની સરકારી કચેરીથી લઈને મુખ્યમંત્રી-મંત્રીઓ બિરાજે છે તેવા સચીવાલય અને સ્વણિર્મ સંકુલને વધુ કેમેરાની બાજ નજર હેઠળ આવરી લેવામાં આવી રહી છે. સચીવાલયના વિવિધ બ્લોક અને સ્વણિર્મ સંકુલ સહીતના વિસ્તાર ઉપર પોલીસની નજર નહી શકે તે માટે પાર્કીગ સહીતના સ્થળે કેમેરા લગાવાઈ રહ્યા છે.
સલામતીની દ્રષ્ટિએ મહત્વના ગણાતા સચીવાલય સંકુલમાં રાજય પોલીસના વિશ્વાસ પ્રોજેકટ હેઠળ ૧ર૦ જેટલા સીસીટીવી કેમેરા ૯૦ લાખના ખર્ચે લગાવવામાં આવી રહયા છે. જેથી તમામ વિસ્તાર કેમેરાની નજર હેઠળ આવી શકે.
જેમાં બુલેટ કેમેરા અને ડોમ કેમેરા, રોટેટ-ઝુમ કેમેરા પણ લગાવાશે. આ સીસ્ટમનું મોનીટરીગ ગાંધીનગર એસપી કચેરીના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તથા સચીવાલયના કંટ્રોલ સેન્ટરથી કરવામાં આવશે.