Western Times News

Gujarati News

સચેત ટંડન અને પરંપરા ઠાકુર લગ્નના બંધનમાં હવે બંધાશે

મુંબઈ: પાછલા દિવસોમાં સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના લગ્ન બાદ વધુ એક બોલિવૂડના ફેમસ કમ્પોઝર, સિંગર કપલ સચેત ટંડન અને પરંપરા ઠાકુર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ફિલ્મ કબીર સિંહના સોન્ગ બેખયાલી, મેરે સોહનેયા અને પતિ, પત્ની ઔર વોના સોન્ગ દિલબરા જેવા ગીતો માટે જાણીતા આ કપલ પોતાની ૪ વર્ષની પ્રોફેશનલ રિલેશનશીપને આગળ લઈ જઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ, સચેત અને પરંપરા સૌથી પહેલીવાર એક રિયાલિટી શોમાં કન્ટેસ્ટન્ટ્‌સ તરીકે ૨૦૧૫માં મળ્યા હતા. હવે કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના લોકોની ઉપસ્થિતિમાં જ આ બંનેના લગ્ન ૨૭મી નવેમ્બર ૨૦૨૦માં દિલ્હીમાં થશે.

આ બંનેના એક નિકટના મિત્રએ જણાવ્યું કે સચેત અને પરંપરા પાછલા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ લગ્નના લગ્નની કોઈને ખબર નહોતી. હકીકતમાં આ વાત ત્યારે ખુલીને સામે આવી ગઈ જ્યારે લગ્ન માટે પસંદ કરેલા કેટલાક કપડાની તસવીરનો પરંપરાએ સચેતને મોકલવાની જગ્યાએ મિત્રોના ગ્રુપમાં મોકલી દીધી. આ બાદથી જ બધા લોકોને બંનેના લગ્ન વિશે માલુમ પડ્યું.

સચેત અને પરંપરાની જોડી માત્ર પ્રોફેશનલ જ નહીં પરંતુ પર્સનલ સ્તર પણ લોકો ખૂબ પસંદ કરે છે. લગ્ન વિશે મિત્રેએ આગળ જણાવ્યું કે, લગ્નના ફંક્શન ખૂબ જ પ્રાઈવેટ રાખવામાં આવશે. તમામ વ્યવસ્થા સચેત અને પરંપરા જાતે જ જોઈ રહ્યા છે. ૨૦૧૬થી સચેત અને પરંપરાની જોડીએ સાથે કામ શરૂ કર્યું હતું. અત્યાર સુધી બંને ટાઈલેટઃ એક પ્રેમ કથા, ભૂમિ, યમલા પગલા દીવાના ફીર સે, બત્તી ગુલ મીટર ચાલુ, પલ પલ દિલ કે પાસ અને કબીર સિંહ જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.