સજંય દત્ત દીકરા સાથે ઘોડીનાં સહારે ચાલતો નજર આવ્યો
મુંબઈ, બોલિવૂડ એક્ટર સંજય દત્ત હાલમાં તેનાં પરિવારની સાથે દુબઇમાં છે. ત્યારે તેની પત્ની માન્યતા દત્ત સોશિયલ મીડિયા દ્વારા ફેન્સની સાથે સંપર્કમાં રહે છે. માન્યતા દત્તે સંજય દત્ત અને તેનાં દીકરા શહરાનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં સંજય દત્ત અને તેનો દીકરો ઘોડીનાં સહારે ચાલતા નજર આવે છે. આ વીડિયો ઘણો તેજીથી વાયરલ થઇ રહ્યો છે. માન્યતા દત્તએ આ વીડિયો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે. સંજૂ બાબાનાં ફેન્સ આ વીડિયો જાેઇ આશ્ચર્યમાં છે. આ શેર કરતાં માન્યતા લખે છે.
‘પિતા અને દીકરો ઠિક થવાનાં રસ્તે છે. વીડિયોમાં આપ જાેઇ શકો છો કે, સંજય દત્ત શહરાનનાં ખભા પર હાથ રાખીને ઘોડીનાં સહારે ચાલી રહ્યાં છે. તો તેનો દીકરો પણ પિતાનો સહારો લેતો નજર આવે ચે. વીડિોયમાં જાેઇ બંને હસતાં નજર આવે છએ. આ દિવસોમાં સંજય દત્ત દુબઇમાં પરિવારની સાથે સમય વીતાવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, બેડમિન્ટન રમતા સમયે સંજય દત્તની એડીમાં ઇજા થઇ હતી.
જેને કારણે તેને ચાલવામાં સમસ્યા થઇ રહી છે. તો હાલમાં જ શહરાનને પણ પગમાં ઇજા થઇ હતી અને ગત અઠવાડિયે તેનાં પગનું પ્લાસ્ટર પણ કાઢી નાખવામાં આવ્યું હતું. હાલમાં જ સંજય દત્તે તેની દીકરી ત્રિશલા દત્તનાં જન્મ દિવસ પર તેની બાળપણની તસવીર શેર કરી શુભકામનાઓ આપી હતી. તસવીરમાં એક્ટર ત્રિશાલાને ખોલામાં ઉઠાવેલો નજર આવે છે. ત્રિશાલા પણ રેડ કલરનાં ફ્રોકમાં નજર આવે છે.
આપને જણાવી દઇએ કે, સંજય દત્ત તેની લાડકી દીકરી ત્રિશલા પર જીવ ન્યોછાવર કરી દે છે. ત્રિશાલા પણ સમય સમય પર તેનાં પિતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી પ્રેમ જતાવતી રહેતી હોય છે. ત્રિશાલા દત્ત સંજય દત્તની પહેલી પત્ની ઋચા શર્માની દીકરી છે. ઋચા અને સંજય દત્તનાં લગ્ન ૧૯૮૭માં થયા હતાં. તેનાંથી એક વર્ષ બાદ ત્રિશલાનો જન્મ થયો હતો. લગ્નનાં બેવર્ષ બાદ ત્રિશલાની માતાનું કેન્સરથી નિધન થયુ હતું જે બાદ ત્રિશાલા દત્ત તેનાં નાના-નાની સાથે વિદેશમાં રહે છે.SSS