સજજન કુમારને સુપ્રીમમાંથી રાહત ન મળતા જેલમાં જ રહેશે
નવીદિલ્હી, ૧૯૮૪ શિખ વિરોધી તોફાનોના મામલામાં પૂર્વ કોંગ્રેસી નેતા સજજનકુમારને કોઇ રાહત મળી નથી હાલ કુમારને જેલમાં જ રહેવું પડશે સુપ્રીમ કોર્ટે સજજનકુમારની જામીન અરજી પર આજે સુનાવણી કરી હતી.કોર્ટે જેલમાં બંધ સજજનકુમારની મેડિકલ તપાસ માટે એમ્સના નિર્દેશકને ડોકટરોની મેડિકલ બોર્ડર્ બનાવવા કહ્યું છે આ સાથે જ કહ્યું છે કે ચાર અઠવાડીયામાં બોર્ડ રિપોર્ટ દાખલ કરે, સુનાવણી દરમિયાન સજજનકુમાર તરફથી કહેવામાં આવ્યું હતું કે જેલમાં તેમનું વજન ૮-૯ કિલો ધટી ગયું છે પરંતુ ન્યાયમૂર્તિ એસ એ બોબડેએ કહ્યું કે વજન ઘટવાનો અર્થ એ નથી કે કોઇ બીમારી હોય. સજજનકુમારે પોતાના આરોગ્યનો હવાલો આપી જામીન માંગ્યા હતાં હકીકતમાં સુપ્રીમ કોર્ટે જામીન અરજી પર સુનાવણી જુન ૨૦૨૦ માટે યાદીબધ્ધ કરી હતી જેમાં સજજનકુમારે તાકિદે સુનાવણીની અરજી કરી હતી. ૧૯૮૪માં શિખ વિરોધી તોફાનોના દિલ્હી કૈંટ મામલામાં સજજનકુમાર ઉમ્રકેદની સજા કાપી રહ્યાં છે.
એ યાદ રહે કે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના નેતૃત્વવાળી એક બેંચના વરિષ્ઠ વકીલ શેખ નફાડેના તે કથનને ધ્યાનમાં લેવામાં આવ્યો જેમાં તેમણે કહ્યું હતું કે કુમારની જામીન અરજી પર તાકિદે સુનાવણી કરવી જાઇએ કુમારના વકીલે જામીનની અરજી સુનાવણી માટે તાકિદે યાદીબધ્ધ કરવાની વિનંતી કરી હતી તો પીઠે કહ્યું કે અમે તેના પર ધ્યાન આપીશું.
સજજનકુમારે શિખ વિરોધી તોફાનોથી સંબંધિત મામલામાં તેમને ઉમ્ર કેદની સજા સંભળાવવાના હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો કોંગ્રેસના પૂર્વ નેતાએ ન્યાયાલયમાં વિનંતી કરી હતી કે તેમની અપીલ લંબિત રહેવા દરમિયાન તેમને જામીન આપવામાં આવે હાઇકોર્ટથી દોષિત ઠેરવ્યા બાદ કુમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું.