સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નહીં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/petrol-scaled.jpg)
Files photo
નવીદિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આજે પણ સામાન્ય જનતાને રાહત મળી છે. સરકારી ઓઇલ કંપનીઓએ સતત ચોથા દિવસે ભાવમાં ફેરફાર નથી કર્યો. ગત ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૬ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો. બીજી તરફ, ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ કાચા તેલમાં નરમી બનેલી છે. સોમવારે દિલ્હીના બજારમાં પેટ્રોલ ૯૦.૪૦ રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ ૮૦.૭૩ રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાેઇએ તો દિલ્હી- પેટ્રોલ ૯૦.૪૦ રૂપિયા અને ડીઝલ ૮૦.૭૩ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૯૬.૮૩ રૂપિયા અને ડીઝલ ૮૭.૮૧ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૯૦.૬૨ રૂપિયા અને ડીઝલ ૮૩.૬૧ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૯૨.૪૩ રૂપિયા અને ડીઝલ ૮૫.૭૫ રૂપિયા પ્રતિ લીટર છે.
માર્ચ ૨૦૨૧માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વાર ઘટાડો કરવામાં આવ્યો હતો. ૩૦ માર્ચે પેટ્રોલ ૨૨ પૈસા અને ડીઝલ ૨૩ પૈસા પ્રતિ લીટર સસ્તું થયું હતું. આ પહેલા ૨૪ અને ૨૫ માર્ચે પેટ્રોલ ડીઝલ સસ્તા થયા હતા. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે.