સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પણ ફ્યૂઅલ પ્રાઇઝમાં વધારો કર્યો છે. આ વધારા બાદ દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયો છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૯૦.૯૯ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. બીજી તરફ ડીઝલની વાત કરીએ તો તે ૮૧.૪૨ રૂપિયા પ્રતિ લીટર છે.
ત્રણ દિવસમાં વધારા બાદ પેટ્રોલ ૬૦ પૈસા સુધી મોંઘું થઈ ગયું. મંગળવારે પેટ્રોલના ભાવમાં ૧૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. બુધવારે તેના ભાવમાં ૧૯ પૈસાનો વધારો થયો અને આજે ૨૫ પૈસાનો વધારો થયો છે. આવી જ રીતે ડીઝલની વાત કરીએ તો ત્રણ દિવસમાં તેના ભાવમાં ૬૯ પૈસાનો વધારો ઝીંકાયો છે.
દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાેઇએ તો દિલ્હી- પેટ્રોલ ૯૦.૯૯ રૂપિયા અને ડીઝલ ૮૧.૪૨ રૂપિયા પ્રતિ લીટર છે.,મુંબઈ- પેટ્રોલ ૯૭.૩૪ રૂપિયા અને ડીઝલ ૮૮.૪૯ રૂપિયા પ્રતિ લીટર છે.,કોલકાતા- પેટ્રોલ ૯૦.૧૪ રૂપિયા અને ડીઝલ ૮૪.૨૬ રૂપિયા પ્રતિ લીટર છે.ચેન્નઈ- પેટ્રોલ ૯૨.૯૦ રૂપિયા અને ડીઝલ ૮૬.૩૫ રૂપિયા પ્રતિ લીટર છે.