Western Times News

Gujarati News

સતત નવમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

File photo

નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ છે. લગાતાર નવમાં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. ઓઈલ કંપનીઓએ સોમવારે પેટ્રોલના ભાવમાં ૪૮ પૈસા અને ડીઝલના ભાવમાં ૫૯ પૈસાનો વધારો કર્યો છે. આ વધારા સાથે રાજધાની દિલ્હીમાં લોકોને હવે પેટ્રોલ પ્રતિ લીટર ૭૬.૨૬ રૂપિયે પડશે અને ડીઝલ માટે ૭૪.૬૨ રૂપિયા પ્રતિ લીટર ચૂકવવા પડશે.

કોરોના સંકટને જોતા લગાવવામાં આવેલા લોકડાઉનમાં ઢીલ મળતાની સાથે જ ઓઈલ કંપનીઓએ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાના શરૂ કરી દીધા છે. છેલ્લા નવ દિવસમાં સતત ભાવ વધી રહ્યાં છે. રવિવારે પેટ્રોલમાં ૬૨ પૈસા અને ડીઝલમાં ૬૪ પૈસાનો વધારો થયો હતો. એ જ રીતે શનિવારે પણ ક્રમશ ૫૯ પૈસા અને ૫૮ પૈસા વધ્યા હતાં.

મુંબઈમાં હવે પેટ્રોલ ૮૩.૧૭ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૭૩.૨૧ રૂપિયા પ્રતિ લીટર થયું છે. જ્યારે ચેન્નાઈમાં લોકોએ એક લીટર પેટ્રોલ માટે ૭૯.૯૬ રૂપિયા અને ડીઝલ માટે ૭૨.૬૯ રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કોલકાતામાં પેટ્રોલનો ભાવ ૭૮.૧૦ રૂપિયા અને ડીઝલનો ભાવ ૭૦.૩૩ રૂપિયા થયો છે. સાત જૂનથી ઓઈલના ભાવ સતત વધી રહ્યાં છે.

અત્રે જણાવવાનું કે કોરોના સંકટ દરમિયાન ક્રુડ ઓઈલના ભાવમાં ખુબ ઘટાડો થયો હતો. પરંતુ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્‌યૂટી વધી હતી. આ ઉપરાંત કેટલાક રાજ્યોએ સ્થાનિક કરમાં પણ વધારો કર્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.