સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થયા
નવીદિલ્હી: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઘટાડા બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે (૨૫ માર્ચ) સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૨૧ પૈસા અને ડીઝલના ભાવમાં ૨૦ પૈસાનો ઘટાડો આવ્યો છે. ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૯૦.૭૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ ૮૧.૧ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. ગત બે દિવસમાં દિલ્હીમાં પેટ્રોલ ૩૯ પૈસા અને ડીઝલ ૩૭ પૈસા સસ્તું થયું છે. આ પહેલાં બુધવારે (૨૪ માર્ચ)ના રોજ ૨૫ દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થયો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ફેરફાર થયો હતો. જ્યારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૨૪ પૈસા વધ્યા હતા અને ડીઝલ ૧૫ પૈસા મોંઘુ થયું હતું.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૯૦.૭૮ રહ્યો છે જયારે ડીઝલનો ભાવ ૮૧.૧૦,મુંબઇમાં પેટ્રોલ ૯૭.૧૯ અને ડીઝલ ૮૮.૨૦ કોલકતામાં પેટ્રોલ ૯૦.૯૮ અને ડીઝીલ ૮૩.૯૮ અને ચેન્નાઇમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂપિયા ૯૨.૭૭ અને ડીઝલ પ્રતિ લીટર ૮૬.૧૦ રૂપિયા વેચાઇ રહ્યું છે રોજ સવારે ૬ વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને બાકીની અન્ય ચીજાે જાેડ્યા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે.