સતત બીજા દિવસે બગદાદ એરપોર્ટ પર હવાઈ હુમલો
ઈરાની સેનાના કમાન્ડર સહિત છના મોત
(પ્રતિનિધિ દ્વારા) ન્યુયોર્ક: અમરેકા-ઈરાન વચ્ચે તનાવ વધી રહ્યો છે. આજે પણ અમેરીકાએ એરસ્ટ્રાઈકનો બગદાદ એરપોર્ટ પર હુમલો કરતા સેનાના કમાન્ડર સહિત ૬ ના મોત નિપજ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. અમેરીકા-ઈરાન વચ્ચે યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. જેની અસર વિશ્વના દરેક રાષ્ટ્રો પર પડે એવા સંકેત મળી રહ્યા છે.
ઈરાક-અમેરીકા વચ્ચે તનાવભરી પરિસ્થિતિ વચ્ચે મીડલ ઈસ્ટમાં ક્રુડના ભાવમાં ૪ થી પ ટકાનો વધારો થતા ક્રુડના તેલના બેરલદીઠ પણ વધારો થયો છે. હોર્ડીંગ્સ ખાડી બંધ થાય તો વિશ્વમાં હાહાકાર મચી જાય તેમ છે. સૌથી મોટી અસર ભારતના અર્થતંત્ર પર પડી શકે છે. ખાડીમાં વસવાટ કરતા હજારો ભારતીયોને રાતોરાત પલાયન થવુ પડે તેમ છે. અમેરીકન પ્રેસિડેન્ટ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન-અમેરીકા વચ્ચે યુધ્ધ ન થાય તે માટે ૭૦૦થી વધુ સૈનિકો મીડલઈસ્ટમાં તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે અમરેકાએ આજે બગદાદ એરપોર્ટ પર એરસ્ટ્રાઈક કરતા તનાવ વધી રહ્યો હોવાનું જાણવા મળે છે.
દરમ્યાનમાં ઈરાનના વિદેશી મંત્રીએ જણાવ્યુ હતુ કે અમેરીકાનું કૃત્ય આંતરરાષ્ટ્રીય આતંકવાદ માટે અત્યંત ખતરનાક છે. અમેરીકાએ કરેલ હવાઈ હુમલાથી વિશ્વના દેશો હચમચી ઉઠ્યા છે. અમેરીકાને સંયમ જાળવવા ફાંસ તથા રશિયાએ અનુરોધ કર્યો છે. બગદાદ ખાસના અમેરીકી દૂતાવાસે ઈરાનમાં વસતા અમેરીકી નાગરીકોને તાત્કાલિક ઈરાન છોડી જવા જણાવ્યુ હતું.