સતત બીજા દિવસે યસ બેંકની બહાર ખાતેદારોની લાઈન લાગી

અમદાવાદ: યસ બેંક પર રિઝર્વ બેંકે લાદેલા નિયંત્રણોથી ખાતેદારોમાં ગભરાટ ફેલાયો છે અને બેંકમાંથી પૈસા ઉપાડવા બેંકની શાખાઓની બહાર સવારથી જ નાગરીકોની લાઈનો લાગી ગઈ છે. કેન્દ્રીય નાણા મંત્રીએ બેંકમાં તમામ ખાતેદારોનાં રૂપિયા સલામત હોવાની ખાતરી આપવા છતાં ખાતેદારોમાં ગભરાટ જાવા મળી રહ્યું છે.
જ્યારે બીજે દિવસે પણ એટીએમ સેન્ટરો બંધ જાવા મળતાં હતાં. કપૂર પરિવારમાં આંતરિક મતભેદો તથાં એનપીએ વધવાનાં કારણે છેલ્લાં ઘણાં સમયથી રિઝર્વ બેંક યસ બેંકના વહીવટ ઉપર નજર રાખી રહી હતી. અને તેમાં મોટા ગોટાળા બહાર આવતાં જ આખરે યસ બેંક ઉપર નિયંત્રણો લાદી દેવામાં આવ્યાં છે. આ નિયંત્રણોનાં પગલે ખાતેદારોમાં ખૂબ જ ગભરાટ ફેલાયો છે.
ગઈકાલ સવારથી જ યસ બેંકની તમામ શાખાઓ બહાર નાગરીકોની લાંબી લાઈનો લાગી હતી પ્રથમ દિવસે બેંકનું સર્વર ડાઉન હોવાથી નાગરીકોને નિયત કરેલી રૂ.૫૦ હજારની રકમ પણ મળી ન હતી. જેનાં પગલે આજે સતત બીજા દિવસે પણ સવારથી જ અમદાવાદ શહેરમાં બેંકની તમામ શાખાઓની બહાર ખાતેદારોની લાઈનો લાગેલી જાવા મળી રહી છે.
કેટલાંક ગ્રાહકો નિયત સમયે બેંકમાંથી આયોજન માટે રૂપિયા નહીં મળતાં ખૂબ જ ચિંતિત જાવા મળતાં હતાં. આજે બીજા દિવસે પણ ગ્રાહકોને નાણાં નહીં મળતાં હોવાની ફરિયાદો મળી છે. જાકે બીજી બાજુ કેન્દ્ર સરકાર યસ બેંકને ફરી એક વખત સક્ષમ બનાવવા માટેનો એક્શન પ્લાન ઘડી રહી છે અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત થવાની છે ત્યારે ગઈકાલથી જ ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી અને તમામ કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયાં છે.
યસ બેંકના ખાતેદારો ગભરાટના માર્યા રૂપિયા ઉપાડવા માટે દોડાદોડી કરી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ કેન્દ્ર સરકાર પણ યસ બેંકના સર્વાઈવલ કરવા માટે એક્શન પ્લાન ઘડી રહી છે. જાકે આ પરિસ્થિતિમાં ખાતેદારો હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.