Western Times News

Gujarati News

સતત બીજીવાર સુરત બીજા ક્રમનું સૌથી સ્વચ્છ શહેર બન્યું

સુરત, સ્વચ્છતાના માપદંડમાં ફરી એકવાર સુરત શહેર સફળ રહ્યું છે. સુરત બન્યું દેશનું દ્વિતીય નંબરનુ સ્વચ્છ શહેર જાહેર કરાયુ છે. ૨૦૨૧ માં સતત બીજી વખત સુરત શહેરનું સ્વચ્છ શહેરમાં નામમાં સામેલ કરાયું છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છ અમૃત મહોત્સવમાં દેશના સ્વચ્છ શહેરોના નામની જાહેરાત કરવામાં આવી છે.

ત્યારે આ ઉપલબ્ધિ બદલ સુરત મનપાએ જનતાનો આભાર માન્યો છે. સાથે જ શહેરને સ્વચ્છ રાખવા બદલ સુરતીઓનો આભાર માન્યો છે. તો સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોર સતત ૫ મી વખત પ્રથમ સ્થાને છે. તો અમદાવાદ શહેર દેશનું સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ જાહેર થયુ છે.

નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સ્વચ્છ અમૃત મહોત્સવ એવોર્ડ્‌સઃ ૨૦૨૧ યોજાયો હતો. જેમાં ઈન્દોર શહેરને દેશના સર્વોચ્ચ સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. તો સતત બીજી વખત સુરત બન્યું દેશનું દ્વિતીય નંબરનું સ્વચ્છતમ શહેર જાહેર થયુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તમામ શહેરોને સ્વચ્છતાના એવોર્ડ આપવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિએ ઈન્દોર શહેરના વખાણ કરતા કહ્યું કે, આ વર્ષે પણ ઈન્દોરે પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યું છે. આ શહેરનું પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરવુ તે પ્રશંસનીય છે, પરંતુ સતત પાંચમી વાર પહેલા નંબર પર રહેવુ તે મોટી વાત છે.

પ્રથમ સ્વચ્છ શહેર – ઈન્દોર, બીજુ સ્વચ્છ શહેર – સુરત, ત્રીજુ સ્વચ્છ શહેર – વિજયવાડા રાષ્ટ્રપતિના હસ્તે મેયર હેમાલી બોઘાવાલી અને શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડીયા તથા પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ સન્માન સ્વિકાર્યું હતું. એક લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં સુરતને બીજાે ક્રમ મળ્યો છે. સર્વેક્ષણ અંતર્ગત મ્યુનિ.એ ૧ લાખથી વધુ દસ્તાવેજાે અપલોડ કર્યા હતા. તેમાં સુરતને ૧૫૦૦માંથી ૧૩૫૦ માર્કસ મળ્યા છે.

૧૦ લાખની વસ્તીવાળા શહેરોમાં ઈન્દોર શહેર પ્રથમ નંબરે રહ્યું. ભોપાલ ૭ મા નંબર, ગ્વાલિયર ૧૮ માં નંબરે અને જબલપુર ૨૦ મા સ્થાન પર રહ્યું. તો એક લાખથી ૧૦ લાખની વસ્તીવાળા શહેરોમાં મધ્ય પ્રદેશના ૨૫ શહેરોના નામ છે. ૫૦ હજારથી એક લાખની વસ્તીવાળા ૨૬ શહેરના નામ છે. ૨૫ હજારની વસ્તીવાળા શહેરોમાં ૨૬ શહેરોના નામ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.