Western Times News

Gujarati News

સતત વરસાદથી રાજ્યમાં લીલો દુષ્કાળ

વડોદરાથી અમદાવાદ આવતા પરિવારની કાર ટેલર સાથે ટકરાઈ : શેરી ગરબાનું મહત્ત્વ વધ્યુઃ જાહેર  સ્થળો પર હજુ બે દિવસ ગરબા બંધ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : આ વર્ષે મેઘરાજાએ કરેલ મેહર હવે પ્રજા માટે કહેર બની ગઈ છે. જે લોકો વરસાદ માટે યજ્ઞો તથા પ્રાર્થના કરી રહ્યા હતા તેઓ હવે મેઘરાજા ખમૈયા કરે એવી પ્રાર્થના કરી રહ્યા છે. સતત વરસી રહેલા અનરાધાર વરસાદે આ નવરાત્રીમાં ખેલૈયાઓની મજા મારી નાંખી છે. પ્લોટોના મેદાનોમાં પાણી ભરાતા ગરબાના આયોજકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાના તો કેટલાંક આયોજનકોએ રદક કરેલ ગરબાના પ્રોગ્રામ ઘણા પ્લોટો પર પાણી પૃફ ટેન્ટો જાવા મળ્યા હતા. પરંતુ ખેલૈયાઓ નારાજ થયા છે.

ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયેલા છે અને નદીઓનાં પાણી પણ ખેતરોમાં ઘૂસી જતાં ઉભો પાક બળી જાય તેવી સ્થિતિમાં છે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં લીલો દુષ્કાળ પડે તેવી સ્થિતિ જાવા મળી રહી છે અને ખેડૂતો ચિંતીત બન્યા છે. આજે સવારથી જ અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર તથા ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસવો શરૂ થયાના સમાચાર છે. નવરાત્રીના સતત બીજા દિવસે પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં તો વરસાદે ભારે કહેર વર્તાવ્યો છે. કચ્છમાં પણ સર્વત્ર વરસાદી માહોલ જાવા મળી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં થયેલ ભારે વરસાદથી યાત્રિકોને તથા ભક્તો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તેથી ખેડૂતોને પાકના નુકશાનથી ચિંતા સતત સતાવી રહી છે. ભારે વરસાદને કારણે મોટાભાગના ખેતરોમાં પાણી ભરાતા, પાકને ભારે નુકશાન પહોંચ્યાના સમાચાર છે.

પાટણમાં જાણે કે પાણીનો પ્રલય સર્જાયો છે. છેલ્લા -૩-૪ દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદે પાટણમાં ઠેર ઠેર પાણી જાવા મળે છે. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા છે. તથા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. શાળા કોલેજાએ રજા જાહેર કરવામાં આવી છે. કડાકા-ભડાકા સાથે આસમાનમાંથી અનરાધાર વરસી રહેલા વરસાદે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. રાજ્યની ઘણી નદીઓમાં પૂર આવ્યા તથા મોટાભાગના ડેમના છલકાવાના સમાચાર જાણવા મળે છે. તથા મોટાભાગના ડેમના છલકાઈ ઉઠતા આજુબાજુના ગામડાઓના રહીશોને એલર્ટ કરવામાં આવ્યા છે.

અમરેલી તથા તાપી જીલ્લામાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો. અંબાજીમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. નવરાત્રી હોવાને કારણે શ્રદ્ધાળુઓ જે અહીં માતાજીના દર્શનાર્થે આવ્યા છે તેઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાનું જાણવા મળે છે. એવી જ પરિસ્થિતિ દ્વારકા પાસે આવેલા હર્ષદમા પણ સાંબેલાધાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી પાણી જાવા મળે છે. ઘરો તથા દુકાનોમાં પણ પાણી ભરાયા છે. શ્રધ્ધાળુઓ પાણી ભરાવાને કારણે દર્શન કરવા જઈ શક્યા ન હોવાનુ તથા પરત ફર્યાના પણ સમાચાર છે.

પોરબંદરમાં સિઝનનો કુલ વરસાદ ૪૧ ઈંચ વરસાદ વરસ્યો છે. અત્યારે પણ પોરબંદરમાં ધમધમાવીને વરસાદ વરસી રહ્યો છે. ખોડીયાર મંદિર પાસે પાણી ભરાતા શ્રદ્ધાળુઓ નિરાશ થયા છે.ે  છેલ્લા પ્રાપ્ત થયેલ અહેવાલ અનુસાર ગુજરાતમાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. પાટણ જીલ્લાના ગામો પાણીમાં તરબોળ. ભાણવડમાં ર૪ કલાકમાં ૧૩.પ ઈંચ વરસાદ, સૌથી વધારે વરસાદ નોંધાયો છે. સુરતમાં સવારથી જ એકાએક અનરાધાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી જ પાણી જાવા મળે છે.

રાંદેર-કતારગામ જવાના બ્રિજ પર પાણી ભરાતા, વાહન વ્યવહારને બંધ કરાયો છે. સુરતની તાપી નદી પાણીથી છલકાઈ રહી છે. પૂરની સંભાવનાઓ જાતાં આજુબાજુના વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. વાહનચાલકો પાણીમાં ફસાયા છે. રાજકોટમાં પણ સવારથી વરસાદ ચાલુર૪ કલાકમાં જામજાધપુરમાં ૯ ઈંચ વરસાદ. ધોરાજી, માણાવદર, ટંકારામાં ૪ ઈંચ, કલ્યાણપુરમાં ૮ ઈંચ, લોલિયામાં ૬ ઈંચ.

ખેતરોમાં સતત પાણી ભરાતા પાકને ભારે નુકશાન પહોંચ્યુ છે. ભારે વરસાદને કારણે ગુજરાતમાં લીલો દુષ્કાળની શક્યતા સિઝનનો અત્યાર સુધીમાં ૧૩૬ ટકા વરસાદ થયો છે. અને હજુ ભારે વરસાદ ૩ દિવસ પડશે એવી હવામાન ખાતાની આગાહીથી લોકો ચિંતીત બની ગયા છે. કર્ણાવતી કલબ તથા રાજપથ કલબે બે દિવસ ગરબા રદ કર્યાની જાહેરાત કર્યા બાદ પણ વરસાદે વિરામ ન લેતાં આયોજકો ભારે ચિંતામાં પડી ગયા છે. અને જા વરસાદ ચાલુ રહેશે તો ગરબાનો કાર્યક્રમ રદ પણ  કરવો પડે એવી પરિસ્થિતિનું  નિર્માણ થયુ છે.

વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તથા ભાજપના જાહેર થયેલા ઉમેદવારો રેલી કાઢી, વાજતેગાજતે ઉમેદવારી પત્રો ભરવા જવાના હતા. પરંતુ વરસાદે મજા મારી નાંખી છે. રાધનપુરમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને તેના કાર્યકર્મોમાં વરસાદ વિલન બન્યો હોવાનું જાણવા મળે છે. સમગ્ર ભારતમાં છેલ્લા ૧૦ર વર્ષમાં સૌથી વધારે રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ ૧૩૬ ટકા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.