સતત ૨૪મા દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં
નવીદિલ્હી: પેટ્રોલ-ડીઝલની વધતી-ઘટતી કિંમતોની સીધી અસર જનતાના ખિસ્સા પર પડે છે. તેથી તેની કિંમતોમાં થઈ રહેલા ફેરફાર પર લોકોની સતત નજર રહે છે. દેશની સરકારી ઓઇલ કંપનીઓએ મંગળવાર, ૧૦ ઓગસ્ટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. આજે સતત ૨૪મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. મૂળે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં સુસ્તીની વચ્ચે સ્થાનિક કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં કરવાનો ર્નિણય લીધો છે.
ગુજરાતના શહેરોમાં ભાવ જાેઇએ તો અમદાવાદ – પેટ્રોલ ૯૮.૫૪ રૂપિયા અને ડીઝલ ૯૬.૭૧ રૂપિયા પ્રતિ લીટર,સુરત – પેટ્રોલ ૯૮.૩૯ રૂપિયા અને ડીઝલ ૯૬.૫૯ રૂપિયા પ્રતિ લીટર,વડોદરા – પેટ્રોલ ૯૮.૦૯ રૂપિયા અને ડીઝલ ૯૬.૨૫ રૂપિયા પ્રતિ લીટર,રાજકોટ – પેટ્રોલ ૯૮.૨૫ રૂપિયા અને ડીઝલ ૯૬.૪૫ રૂપિયા પ્રતિ લીટર છે જયારે દેશમાં ઓછામાં ઓછા ૧૯ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાન પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે.
દેશના રાજયોમાં ભાવ જાેઇએ તો દિલ્હી – પેટ્રોલ ૧૦૧.૮૪ રૂપિયા અને ડીઝલ ૮૯.૮૭ રૂપિયા પ્રતિ લીટર,મુંબઈ – પેટ્રોલ ૧૦૭.૮૩ રૂપિયા અને ડીઝલ ૯૭.૪૫ રૂપિયા પ્રતિ લીટર,ચેન્નાઈ – પેટ્રોલ ૧૦૧.૪૯ રૂપિયા અને ડીઝલ ૯૪.૩૯ રૂપિયા પ્રતિ લીટર,કોલકાતા – પેટ્રોલ ૧૦૨.૦૮ રૂપિયા અને ડીઝલ ૯૩.૦૨ રૂપિયા પ્રતિ લીટર,ચંદીગઢ – પેટ્રોલ ૯૭.૯૩ રૂપિયા અને ડીઝલ ૮૯.૫૦ રૂપિયા પ્રતિ લીટર,રાંચી – પેટ્રોલ ૯૬.૬૮ રૂપિયા અને ડીઝલ ૯૪.૮૪ રૂપિયા પ્રતિ લીટર,લખનઉ – પેટ્રોલ ૯૮.૯૨ રૂપિયા અને ડીઝલ ૯૦.૨૬ રૂપિયા પ્રતિ લીટર,પટના – પેટ્રોલ ૧૦૪.૨૫ રૂપિયા અને ડીઝલ ૯૫.૫૭ રૂપિયા પ્રતિ લીટર,ભોપાલ – પેટ્રોલ ૧૧૦.૨૦ રૂપિયા અને ડીઝલ ૯૮.૬૭ રૂપિયા પ્રતિ લીટર નોંધનીય છે
મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જાેવા મળી રહ્યો હતો. ૪૨ દિવસમાં પેટ્રોલ લગભગ ૧૧.૫૨ રૂપિયા સુધી મોંઘું મળી રહ્યું છે. નોંધનીય છે કે મે મહિનાથી લઈને જુલાઈ સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જાેવા મળ્યો છે.પેટ્રોલ-ડીઝલના ભાવ જેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે.