વાજીયાખૂંટ ગામે એક જ રાતમાં ત્રણ મકાનોના તાળા તૂટ્યા
(પ્રતિનિધિ) સંતરામપુર સંતરામપુર તાલુકામાં વાજીયાખૂંટ ગામે એક જ કુટુંબ ના ત્રણ ભાઈઓ વિરસીંગ કોયા ખરાડી.ને બાબુભાઈ કોયા ખરાડી ને ભીખાભાઈ કોયા ખરાડી ના બંધ મકાનો ના તાજેતરમાં તાળા ઓ તોડી નાખી ને તસ્કરો એ ચોરી કરવા ના ઈરાદે ધરમાં પ્રવેશી ને લોખંડનાં કબાટો ના દરવાજા ખોલી નાંખીને તેમાનો સરસામાન.
કપડાં ને ધરમાનું અનાજ વિગેરે વેરન છેરન કરી નાંખીને બારીના સળિયા કાપી નાંખીને બાથરુમ નોદરવાજાે તોડી નાખી ને તસ્કરો એ નુકશાન કરીને ચોરી કરવા માટે નો પ્રયાસ તસ્કરો એ કરેલો ની ધટના ધટતા આપંથક માં ભય નો માહોલ જાેવા મળે છે.
આ ધટના સંદઁભમાં ગામ વાજીયાખૂંટ ના વતની ને સંતરામપુર એસટી વકઁશોપ માં નોકરી કરતા ને સંતરામપુર રહેતા વિરસીંગ કોયા ખરાડી એ સંતરામપુર પોલીસ મથકે ફયાઁદ આપતાં પોલીસે અજાણ્યા ઈસમો વિરુધ્ધ ઈ.પી.કો.કલમ. ૪૫૭.૩૮૦. ૪૨૭. ૫૧૧મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
સંતરામપુર તાલુકામાં ગામડાઓમાં બંધ મકાનો ની રેકી કરી ને આ બંધ મકાનો ને નિશાન બનાવી ને રાત્રીના સમયે આ તસ્કરો દવારા તેમની તસ્કરી નો કસબ અજમાવી રહેલ છે.
સંતરામપુર તાલુકામાં તસ્કરો દવારા ચોરીના પ્રયાસો કરાતા આવી ધટના ઓ બનતી અટકે તે માટે સ્થાનિક પોલીસ દવારા રાત્રી પોલીસ પેટ્રોલીંગ કડક બનાવાય અને વ્યુહાત્મક ચોકડીઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાય તે જરુરી છે. વાજીયાખૂંટ ગામે એક સાથે ત્રણ બંધ મકાનો ના મારેલ તાળાઓ તોડી નાખી ને તસ્કરો એ ચોરી કરવા ના ઈરાદે ધરમાં પ્રવેશી ને જે ચોરી કરવા માટે નો પ્રયાસ કરાયેલ ધટના માં સંડોવાયેલા તસકરો ને પકડી ને આ ચોરી ના થયેલ ગુના નો ભેદ ઊકેલે તેવી ગામડાની પ્રજાજનો ઈચ્છી રહેલ છે.*